ભવ્ય ઊજવણી:મહેસાણા,કડી અને વિસનગરમાં પરશુરામદાદાના જન્મોત્સવ નિમિત્તે યજ્ઞ અને શોભાયાત્રા

મહેસાણા, કડી, વિસનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા - Divya Bhaskar
મહેસાણા

મહેસાણામાં મંગળવારે ભગવાન પરશુરામ દાદાના જન્મોત્સવની ભવ્ય ઊજવણી કરાઇ હતી. આ પ્રસંગે શહેરના રાધનપુર રોડ પરના હરસિધ્ધ પાર્ટી પ્લોટ ખાતેથી વહેલી સવારે શોભાયાત્રા નિકળી હતી. જે શહેરના રાધનપુર ચોકડી, ગોપીનાળુ, ગણપતિ મંદિર, પિલાજીગંજ, કૃષ્ણનો ઢાળ, ભમ્મરીયું નાળુ, બી.કે. રોડ, મોઢેરા ચોકડી થઇને પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી.

કડી
કડી

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના પરિવારો જોડાયા હતા. જ્યારે રાત્રીના સમયે હરસિધ્ધ પાર્ટી પ્લોટ ખાતે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જ્યારે કડી શહેર અને સમસ્ત તાલુકામા વસતા બ્રાહ્મણ પરિવારો ભગાવન પરશુરામની શોભાયાત્રામા મોટી સંખ્યામાં જોડાયા હતા.

વિસનગર
વિસનગર

શોભાયાત્રા બ્રાહ્મણવાડીથી નીકળી શેફાલી સર્કલ,ધરતીસીટી, ભાગ્યોદય હોસ્પીટલ,ગાંધીચોક,કમળ સર્કલ,કલોલ હાઈવે,જશોદા ચોકડી થઈ અવસર પાર્ટી પ્લોટ ખાતે પુર્ણ થયેલ.રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ભગવાન પરશુરામને ફુલહાર પહેરવી દર્શનનો લાભ લીધો હતો.

શોભાયાત્રામા કડી બ્રહ્મ સમાજના અગ્રણી રાજુભાઈ શુક્લ,નગરસેવક અરવિંદ પંડ્યા,કડી પાલિકા ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર કલ્પેશ આચાર્ય,જનક પંડ્યા,બિલ્ડર તારક શુક્લ,વીએચપી ઉપપ્રમુખ રૂદ્ર જોષી સહિત કાર્યકરો જોડાયા હતા. બીજી તવિસનગર શહેરના સેવાલિયા રોડ ઉપર આવે પિંડારિયા યાત્રાધામ નજીક બનાવાયેલ પરશુરામ દાદા ના મંદિરે સમસ્ત બ્રહ્મસમાજ વિસનગર દ્વારા તેમના જન્મોત્સવ ની ઉજવણી ભારે હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવી હતી.

જેમાં વહેલી સવારે ભગવાન પરશુરામના અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જયારે બપોરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...