તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનની સરવાણી:સુંઢિયામાં નિજધામ માટે 10 દિવસમાં 40 લાખ દાન લખાવ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર 1 રૂપિયાના ટોકન ચાર્જથી ખાંપણની કીટ સહિતની સુવિધા અપાશે

વડનગર તાલુકાના સુંઢિયા ગામે સાર્વજનિક મુક્તિધામ ટ્રસ્ટ સંચાલિત નિજધામ રૂપેણ નદીના કિનારે 10 વિઘા જમીનમાં આકાર લઇ રહ્યું છે. આ સ્મશાન માટે દાન માટે વોટ્સ એપમાં ટહેલ નાખતાં ફક્ત 10 દિવસમાં તમામ જ્ઞાતિના દાતાઓએ રૂ. 40 લાખનું માતબર દાન લખાવ્યું છે.

અગ્રણીઓએ જણાવ્યું કે, સ્મશાન નિર્માણના સ્ટ્રકચર્સ માટે હજી ગામમાં બેઠક કે કોઇ ઉછામણી કરાઇ નથી તે પહેલાં દાનની સરવાણી શરૂ થઇ છે. આ નિજધામનું કામ તેજ ગતિએ શરૂ થશે. સંચાલકોએ જણાવ્યું કે, આ સ્મશાનમાં કોઇપણ જ્ઞાતિના ભેદભાવ વગર મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે આવે તો ફક્ત 1 રૂપિયાના ટોકન ચાર્જથી ખાંપણની કીટ, લાકડાં, ડાઘુઓ માટે ચા-પાણી તથા સ્મશાનને લગતી તમામ સુવિધા નિ:શુલ્ક અપાશે. નિજધામમાં જરૂર પડે તો દફનાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. રૂપેણ નદીના કિનારે આકાર લઇ રહેલ નિજધામ સિદ્ધપુરના મુક્તિધામનો વિકલ્પ બની રહેશે. ટ્રસ્ટે જણાવ્યું કે, કોઇપણ વિસ્તારમાં જગ્યાના અભાવે કે લાકડાંના અભાવે મુશ્કેલી પડે તો સુંઢિયાનું નિજધામ ખુલ્લુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...