લોકડાઉન 4.0:મહેસાણામાં લૉકડાઉનમાં ઠપ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ અને સ્વિમિંગ પુલનું કામ હાથ ધરાયું

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદ અને ડુંગરપુરના શ્રમિકો વતન ગયા હોવાથી કામો વિલંબમાં પડ્યા
  • મજૂરોના અભાવે સોસાયટી વિસ્તારોમાં રોડ અને બ્લોકનાં કામો અટવાઇ ગયાં

મહેસાણામાં મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં અદ્યતન ક્રિકેટ ગ્રાઉન્ડ સહિત સ્પોર્ટ્સ સંકુલ ડેવલપ કરવાનું કોરોનામાં અઢી મહિનાથી ઠપ કામ હવે ઓછા મજૂરો સાથે શરૂ કરાયું છે. બિલાડી બાગ સામે સ્વિમિંગ પુલનું કામ હાથ ધરાયું છે.
નાળાથી બ્રહ્માણી માતાના મંદિર તરફ રોડની બંને સાઈડ બ્લોક નાખવાનું કામ અધૂરું પડ્યું છે
મ્યુનિસિપલ ગ્રાઉન્ડમાં 20 માર્ચથી કામ બંધ થયા પછી તાજેતરમાં અહીં શ્રમિકોના રહેવા સાથે કામ શરૂ થયું છે. બુધવારે જેસીબીની મદદથી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી તેમજ પ્લેટફોર્મ પરના અંતરાયો દૂર કરવા કામદારો કામે લાગ્યા હતા. કોર્ટ બિલ્ડિંગ, વણીકર કલબ, ન્યુ પ્રોગ્રેસીવ હાઈસ્કૂલ,મામલતદાર કચેરીનું પાણી ચોમાસામાં ઢાળમાં ભરાતું હોય છે.અને જૂની લાઇનથી નિકાલ થતું હોય છે,ત્યાં અંડરગ્રાઉન્ડ વરસાદી લાઇન નાખી મેનહોલમાં જોડાણની કામગીરી શરૂ કરાઇ છે.જેમાં ચોમાસા પહેલાં પૂર્ણ કરાશે. સ્વિમિંગ પુલમાં પણ ઓછા શ્રમિકોએ કામગીરી ચાલુ કરાઇ છે.જોકે,શહેરમાં એક મહિનાથી નવી એકપણ સોસાયટીમાં સીસી રોડ કે બ્લોક નાખવાની અરજી પાલિકાને મળી નથી. બીજી તરફ 15 જેટલી સોસાયટીઓએ લોકભાગીદારી સ્કીમમાં 20 ટકા રકમ ભરપાઈ કર્યા પછી લોકડાઉન આવતાં સીસી રોડ અને બ્લોકનું કામ લટકી પડ્યું છે. ભમરિયા નાળાથી બ્રહ્માણી માતાના મંદિર તરફ રોડની બંને સાઈડ બ્લોક નાખવાનું કામ અધૂરું પડ્યું છે. પાલિકાની એજન્સીઓના સૂત્રોએ જણાવ્યું કે,હાલ કેટલાક લેબરોથી કામ ચાલે છે. દાહોદ અને ડુંગરપુરના શ્રમિકો વતનથી પરત આવ્યા પછી બાકીનું કામ ચાલુ થશે. નગરપાલિકા પ્રમુખ નવિન પરમારે કહ્યું કે, શ્રમિકો આવે એમ કોરોના મહામારીની સાવચેતી વચ્ચે ધીરે ધીરે કામ શરૂ કરાવાય છે. હાલ ડેવલપમેન્ટના બે કામ ચાલુ થયા છે. 

અન્ય સમાચારો પણ છે...