અધકચરી કામગીરી:મોઢેરા રોડ ઉપર અને રાધનપુર રોડના અડધા પટ્ટાનું કામ અધૂરું

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર રોડ પર અડધો રોડ જ રીસરફેસ અને અડધો જર્જરીત હાલતમાં રહેતા રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ - Divya Bhaskar
રાધનપુર રોડ પર અડધો રોડ જ રીસરફેસ અને અડધો જર્જરીત હાલતમાં રહેતા રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ
  • મહેસાણા શહેરમાં રોડના સમારકામમાં વેઠ ઉતારાઇ
  • ચોમાસામાં​​​​​​​ ધોવાણ પછી મરામતમાં માર્ગ-મકાનની અધકચરી કામગીરી પેવરવાળો ભાગ ઊંચો થતાં ટુવ્હીલર ચાલકોમાં પલટી જવાનો ખતરો

મહેસાણા શહેરના હાર્દસમા મોઢેરા રોડ અને રાધનપુર રોડ ઉપર રીસરફેસની અધૂરી કામગીરી કરી માર્ગ અને મકાન વિભાગે વેઠ ઉતારતાં ટુવ્હીલર ચાલકો લેવલ વિનાના રોડ ઉપર સ્લીપ ખાઇ પટકાઇ રહ્યા છે. આખો રસ્તો રીસરફેસ કરવાના બદલે બંને સાઇડ એક-એક પટ્ટામાં જ રીસરફેસ કરાયું છે.

ચોમાસામાં રસ્તાના ધોવાણ પછી મોટાભાગના રસ્તાની મરામત કરી દેવાઇ છે. જોકે, કેટલાક રસ્તાઓમાં અધકચરી કામગીરીના કારણે વાહનચાલકો હેરાન થઇ રહ્યા છે. મોઢેરા રોડ અને રાધનપુર રોડ ઉપર એકબાજુ રસ્તો રિપેર કરાયો હોઇ વાહનચાલકો તેની ઉપરથી પસાર થાય છે, આવામાં ટ્રાફિકના સમયે અકસ્માતનો ભય રહે છે.

બીજી તરફ, અડધા ભાગમાં પેવરના કારણે રોડનું લેવલ ઊંચું આવ્યું છે. બાજુનો તૂટેલો રોડ હજુ પેવર ન કરાતાં તે ભાગ નીચો રહેવાના કારણે રસ્તો જોખમી બન્યો છે. મોઢેરા ચોકડીથી વિશ્વકર્મા વાડી અને આગળ સુધી રસ્તાની બંને બાજુ આવી હાલત છે. રાધનપુર રોડ પર રાધનપુર ચોકડી થી સાંઇક્રિષ્ણા હોસ્પિટલ થઇ આગળ સુધીના રસ્તામાં અડધા ભાગમાં જ રીસરફેસ કરાયું છે, બાકીનો અડધો રસ્તો જેમને તેમ છોડી દેવાયો છે. આથી રીસરફેસનું બાકી કામ પૂરું કરવા સ્થાનિકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...