હાલાકી:વેક્સિન સર્ટી ડાઉનલોડ ના થતાં મહિલાકર્મી 2 કલાક ઊભાં રહ્યાં

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લા પંચાયતમાં કડક અમલ શરૂ કરાયો
  • આરોગ્ય કર્મચારીને સર્ટી ડાઉનલોડ થયા બાદ પ્રવેશ અપાયો

કોરોના વેક્સિન લીધાનું પ્રમાણપત્ર બતાવ્યા બાદ પ્રવેશ આપવાના નિયમનો મહેસાણા જિલ્લા પંચાયતમાં અમલ શરૂ કરાયો છે. સોમવારે અેક આરોગ્ય વિભાગની મહિલા કર્મચારીનું વેક્સિન પ્રમાણપત્ર ડાઉનલોડ નહીં થતાં દરવાજા પાસે બે કલાક ઉભા રહેવાનો વારો આવ્યો હતો. જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં વેક્સિન પ્રમાણપત્ર બતાવ્યા વગર એક અરજદારે પ્રવેશ કર્યાનું નાયબ ડીડીઓના ધ્યાને આવતાં કર્મચારીઓને દરવાજા પાસે બેસાડી દીધા હતા.

જેમાં આરોગ્યના એએનએમ વિભાગની મહિલા કર્મચારીનું વેક્સિન લીધાનું પ્રમાણપત્ર મોબાઈલમાં ડાઉનલોડ નહીં થતાં આશરે બે કલાક સુધી દરવાજા પાસે ઊભા રહેવું પડ્યું હતું. બે કલાક બાદ સર્ટીફિકેટ ડાઉનલોડ થતાં જવા દેવાયા હતા.

વિભાગના વડાની સહી સાથેની ચિઠ્ઠી પરત આપવી પડશે
જિ.પંચાયતમાં આવતા અરજદારોને મંગળવારથી એક ચિઠ્ઠી આપવામાં આવશે. બિનજરૂરી આવતા અરજદારોને રોકવા ચિઠ્ઠીમાં ક્યાં વિભાગનું કામ છે તે દર્શાવવું પડશે. કામ પૂર્ણ થયા બાદ વિભાગના વડાની સહી સાથે ચિઠ્ઠી દરવાજા ઉપરના કર્મચારીઓને આપવી પડશે.

અન્ય સમાચારો પણ છે...