તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:પાટણ શહેરમાં કોરોનાથી મહિલાનું મોત.મહેસાણા જિલ્લામાં વધુ 6 કેસો નોંધાયા

મહેસાણા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કડી શહેરમાં 2 અને તાલુકાના રણછોડપુરામાં એક, બહુચરાજીમાં 2 અને વિજાપુરમાં એક કેસ નોંધાયો

મહેસાણા જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 6 કેસ નોંધાતાં હવે કોરોના સંક્રમિતોનો આંકડો 56એ પહોંચ્યો છે. મંગળવારે જાહેર થયેલા 6 કેસમાં કડીમાં ફ્રૂટનો વેપારી, ઢોલી અને 22 વર્ષનો યુવાન, બહુચરાજીના માતા-પુત્ર અને વિજાપુરના વૃદ્ધનો સમાવેશ થાય છે. આ તમામ કોરોના સંક્રમિતોને મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. બીજીબાજુ આરોગ્ય વિભાગે સંક્રમિત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે તેમજ સંબંધિત મામલતદારે કોરોના સંક્રમિત વિસ્તારોને બફરઝોન જાહેર કરી સ્થાનિકોને ક્વોરન્ટાઇન કર્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના કહેવા મુજબ, જિલ્લા બહારથી આવેલા સાયલન્ટ કેરિયરોના પગપેસારાથી કોરોના સંક્રમણ પ્રસર્યુ છે.
પાટણ: કોરોનાના કહેર વચ્ચે પાટણ શહેર સોમવાર સુધી સુરક્ષિત હતુ. પણ મંગળવારે શહેરનો પ્રથમ પોઝિટિવ કેસ મુસ્લિમ યુવતીના મોત સાથે સામે અાવતાં  સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો હતો. શહેરના  ઇકબાલચોક વિસ્તારના રકતાવાડાની અેક યુવતીનું ખેંચ, તાવ અને શ્વાસની તકલીફના લીધે સોમવારે મધ્યરાત્રીઅે મોત થયું હતુ. જેના સેમ્પલનો ટેસ્ટ મંગળવારે પોઝિટિવ અાવ્યો હતો. જેને લઇ સમગ્ર તંત્ર અેલર્ટ થઇ ગયું છે. મંગળવારે ભીલવણ ગામનો પણ વધુ અેક પોઝિટિવ કેસ ધ્યાને અાવ્યો હતો. અા સાથે જિલ્લામાં પોઝિટિવ દર્દીઅોનો આંક 28 થયો હતો.મહિલાની એક માસ પહેલા પાટણની સિવિલમાં ડિલિવરી થઇ હતી અને ત્યારબાદ 25 દિવસથી તે ઘરે જ છે. છતાં કોરોના સંક્રમિત થતા તેનું મોત થવા પામ્યું છે. મહિલા કોનાથી સંક્રમિત થઇ તે પ્રશ્ન છે અને તેનો જવાબ મેળવવા તંત્ર કામે લાગ્યું છે. મહિલાનું એક માસનું સંતાન હોઈ તેના મોત બાદ બાળકે માતાની છત્રછાયા ગુમાવવા ઉપરાંત તેને પણ ચેપ લાગ્યો હશે કે કેમ તે બાબતે ચિંતા  ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો