ચુકાદો:54.34 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને 1 વર્ષ કેદ

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના વેપારીને ભોળવી લોન લીધી હતી

મહેસાણાના વેપારીને એગ્રો ફુડ યુનિટના માલિક બનાવવાની લાલચ આપી, વેપારીના નામે બેન્કમાંથી રૂપિયા 50 લાખની લોન લીધી હતી. આ માટે રૂપિયા 54.34 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં મહેસાણાની કોર્ટે નડિયાદની ચંદ્રકલા ગોરમેટ કીચન એન્ડ સર્વિસીસ કંપનીની માલિક ચંદ્રકલા વૈષ્ણવને એક વર્ષ કેદની સજા અને રૂપિયા 54.34 લાખનું વળતર 30 દિવસમાં કોર્ટમાં જમા કરાવવા હુકમ કર્યો છે.

મહેસાણાના તાવડીયા રોડ ઉપર શિવમ સોસાયટીમાં રહેતા દિપક રાજેન્દ્રકુમાર ઝાખેટીયાને નડિયાદની ચંદ્રકલા ગોરમેટ કિચન એન્ડ સર્વિસીસના પ્રમુખ ચંદ્રકલા શ્રીનિવાસ વૈષ્ણવે મહેસાણા મુકામે નવિન એગ્રો ફુડ યુનિટના માલિક બનાવવાની લાલચ આપીને શ્રધ્ધા એગ્રો ફૂડ પ્રોસેસ નામનુ એગ્રો ફુડ યુનિટ ચાલુ કર્યુ હતુ. ચંદ્રકલા વૈષ્ણવે દિપક ઝાખેટીયા પાસેથી ખોટી સહીઓ કરાવીને મહેસાણાની યુકો બેન્કમાંથી 15, 15 અને 20 લાખ મળીને કુલ રૂપિયા 50 લાખની લોન લીધી હતી. ફરિયાદીને જાણ થઈ હતી. ફરિયાદીએ નોટિસ આપવા છતાં કોઈપણ રકમ નહી આપી નહોતી.

અન્ય સમાચારો પણ છે...