મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કોલવડા ખાતે પોતાના પિયરમાં રહેતી મહિલા પર તેના કુટુંબી ભાઈએ ગાળાગાળી કર્યા બાદ હુમલો કર્યો હતો.તેમજ પિયરમાં કેમ રહે છે એમ કહી અપશબ્દો બોલી માર માર્યો હતો સમગ્ર મામલે મહિલાએ વિજાપુર પોલીસ મથકમાં ત્રણ વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
પતિના મૃત્યુ બાદ મહિલા પોતાના પિયર રહેતી હતી એ દરમિયાન 14 નવેમ્બરના રોજ મહિલા પોતાના ઘરે હાજર હતી એ દરમિયાન કુટુંબી ભાઈ ભગાભાઈ રાવળ મહિલાના ઘરે આવી ગાળો બોલી " તું અહીંયા કેમ રહે છે" અને તારા સાસરીમાં જતી રહે એમ કહી ગાળાગાળી કરવા લાગ્યો હતો બાદમાં કુટુંબી ભાઈએ પોતાના હાથમાં રહેલી લાકડી મહિલાના માથામાં મારી હતી મહિલા ને છોડાવવા તેના પિતા અને બેન છોડાવવા સામે પક્ષે હુમલો કરનારના પરિવારમા મહેશ રાવળ અને ભગાભાઈના પત્ની શકરીબેન ભેગા મળી મહિલાને ગાળો બોલી જાનથી મારી નાંખવની ધમકીઓ આપી ત્યાંથી ચાલ્યા ગયા હતા
ઇજા પામેલ મહિલાને સારવાર માટે ગાંધીનગર ખસેડવામાં આવી છે ત્યારે હાલમાં વિજાપુર તાલુકા પોલીસ મથકમાં રાવળ ભગાભાઈ મુલચંદ ભાઈ,રાવળ મહેશ ભાઈ મુલચંદ ભાઈ,રાવળ શકરી બેન ભગાભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.