છેતરપીંડી:બેચરાજીમાં વેપારીની જાણ બહાર બેંકના ખાતામાંથી રૂ 2.67 લાખની ઉઠાંતરી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેકમાં તપાસ કરતા પૈસા જયપુરના શખ્સના ખાતામાં જમા થયા હોવાનું સામે આવ્યું

બેચરાજીમાં રહેતા એક વેપારીના બેંક એકાઉન્ટમાંથી તેમની જાણ બહાર અજાણ્યા ઈસમોએ ઓનલાઈન મારફતે લાખોની રકમ ઉઠાવી ફ્રોડ કર્યાની ફરિયાદ વેપારીએ બેચરાજી પોલીસમાં નોંધાવી છે. વેપારીએ તપાસ કરતા પૈસા રાજસ્થાનના એક શખ્સના ખાતામાં જમા થયા હોવાની વિગતો સામે આવી છે.

બેચરાજીમાં અલકાપુરી સોસાયટીમાંમાં રહેતા 39 વર્ષીય અભય મહેતા જેઓ ટેક્સ પ્રેક્ટીશનર તરીકે કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વેપારીનું એકાઉન્ટ બેચરાજીની બેંક ઓફ બરોડામાં છે, જેમાં વેપારીની જાણ બહાર 30 જૂનના રોજ કોઈ ઇસમે ઓનલાઈન મારફતે રૂપિયા 2 લાખ 67 હજાર ઉઠાવી છેતરપીંડી કરી હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

વેપારીએ બેંકમાં તપાસ કરાવતા તેમને જાણવા મળ્યું હતું કે, વેપારી RTGS દ્વારા પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળતા વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. વેપારીના પૈસા રાજસ્થાનના જયપુરમાં રહેતા મોહમદ આમીર નામના ઈસમના ખાતામાં જમા થતા સમગ્ર મામલે વેપારીએ પોલીસને જાણ કરી હતી. બેચરાજી પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...