હવામાન:વરસાદે વિરામ લેતાં ગરમી 3 ડિગ્રી વધી,મહેસાણામાં આજે ઝાપટાં પડશે

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેલમાર્ક લો પ્રેશર હવે બંગાળની ખાડીથી આગળ વધતાં ઉ.ગુ.માં હળવાથી ભારે વરસાદની આગાહી

જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ વિસ્તારમાં નોંધણીલાયક વરસાદ વરસ્યો નથી. જેના કારણે ગરમી 3 ડિગ્રી સુધી ઉંચકાઈ હતી. દરમિયાન, આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. જિલ્લામાં શુક્રવાર સાંજે 6 થી શનિવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં એકપણ વિસ્તારમાં નોંધણીલાયક વરસાદ વરસ્યો ન હતો. વાદળોની પાંખી હાજરી વચ્ચે ગરમી 3 ડિગ્રી વધીને 33એ પહોંચી હતી.

આ ગરમી ખેતી પાકો માટે શ્રેષ્ઠ હોવાનું ખેડૂતો માને છે. હવામાન વિભાગના મતે, વેલમાર્ક લો પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધી મધ્યપ્રદેશના ઉત્તર અને ઉત્તરપ્રદેશના દક્ષિણ ભાગમાં પહોંચ્યું હોઇ આગામી 24 કલાકમાં આ સિસ્ટમ આગળ વધતાં અરવલ્લી જિલ્લામાં ભારે તેમજ પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં મધ્યમ વરસાદ થઇ શકે છે. મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ વરસી શકે છે.

અન્ય સમાચારો પણ છે...