તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવાસીઓ માટે પ્રવેશીબંધી:બર્ડ ફ્લુનો હાઉ દૂર થતાં હવે થોળ અભ્યારણ ફેબ્રુ.ના છેલ્લા સપ્તાહમાં ખુલે તેવી શક્યતા

મહેસાણા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અભ્યારણમાં વિદેશી પક્ષીઓ નિવાસ સ્થાન બનાવે છે
 • છેલ્લા ચાર સપ્તાહની પ્રવેશબંધીના કારણે આવકનું નુકશાન

રાજ્યમાં ગત મહિને બર્ડ ફ્લુના દસ્તક સાથે સાવચેતીના ભાગ રૂપે થોળ પક્ષી અભ્યારણમાં પ્રવાસીઓ માટે પ્રવેશીબંધી કરાઇ હતી. એક મહિના બાદ હવે બર્ડ ફ્લુનો હાઉ દૂર થતાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં અભ્યારણ ખોલવાની વિચારણા ચાલી રહી છે. બર્ડ ફ્લુને લઇ ગત તા.10 જાન્યુઆરીથી થોળ પક્ષી અભ્યારણને સાવચેતીના ભાગ રૂપે પ્રવાસીઓ માટે બંધ કરાયું હતું.

ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના 3 મહિના અભ્યારણમાં વિવિધ પ્રકારના વિદેશી પક્ષીઓ પોતાનું નિવાસ સ્થાન બનાવતાં હોય છે. ખરી સિઝનમાં જ અભ્યારણ બંધ કરાતાં પક્ષીવિદો સાથે પ્રવાસીઓમાં નારાજગી પ્રસરી હતી. સિઝનમાં એક સપ્તાહમાં સરેરાશ 6 હજાર પ્રવાસીઓ અભ્યારણની મુલાકાત લેતા હોય છે ત્યારે છેલ્લા 1 મહિનાથી નો-એન્ટ્રીના કારણે વિભાગને અંદાજે 24 હજાર પ્રવાસીઓની આવકનું નુકશાન થયું છે.

જો કે, હવે બર્ડ ફ્લુનો હાઉ દૂર થતાં ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં સામાન્ય પ્રજા માટે અભ્યારણ ખુલ્લુ મુકવાની વિચારણા ચાલી રહી છે. માર્ચના પ્રથમ સપ્તાહથી વિદેશી પક્ષીઓ સ્થળાંતર કરવાનું શરૂ કરતાં હોય છે.બર્ડ ફ્લુના કારણે છેલ્લા ચાર માસથી પ્રવેશ બંધ કરતા આવકનુ નુકશાન થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો