તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જિલ્લામાં 463 દર્દી સાજા થતાં કોરોનાના એક્ટિવ કેસ 64 ઘટી 5290 થયા ,નવા 399 કેસ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં 7 અને વિસનગરમાં 8 મૃતકોની કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ

ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે કેસ કરતાં ડિસ્ચાર્જની સંખ્યા વધુ રહી હતી. મંગળવારે વધુ 463 દર્દી સાજા થતાં જિલ્લામાં 64 એક્ટિવ કેસ ઘટ્યા હતા. તેમ છતાં હજુ જિલ્લામાં 5290 એક્ટિવ કેસ રહ્યા છે. બીજી બાજુ જિલ્લામાં નવા 399 કેસ નોંધાયા હતા. તેમજ જિલ્લામાં 1121 શંકાસ્પદ સેમ્પલ લેવાયા હતા.

જિલ્લામાં મંગળવારે નવા 399 કેસ નોંધાયા હતા. તે પૈકી શહેરી વિસ્તારમાં 149 અને ગ્રામ્ય વિસ્તારમાં 250 કેસ નોંધાયા હતા. જિલ્લાના 10 પૈકી 5 તાલુકામાં 20 થી ઓછા કેસ રહ્યા હતા. તાલુકા વાઇઝ સંક્રમિતોની સ્થિતિ જોઇએ તો, વિસનગરમાં 87 કેસ, ઊંઝામાં 68 કેસ, મહેસાણામાં 62 કેસ, વિજાપુરમાં 53 કેસ, વડનગરમાં 50 કેસ, કડીમાં 48 કેસ, જોટાણામાં 14 કેસ, બહુચરાજીમાં 11 કેસ, ખેરાલુમાં 5 કેસ અને સતલાસણામાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે મહેસાણા શહેરના બે અંતિમધામમાં કુલ 17 અંતિમ સંસ્કાર કરાયા, જે પૈકી વૈકુંઠધામના 10 પૈકી 7 તેમજ વિસનગરમાં 8 મૃતદેહોની કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમવિધિ કરાઇ હતી.

ઉ.ગુ.માં 878 કેસ, 17 મોત
બનાસકાંઠા જિલ્લામાં 212 કેસ અને 2 મોત, પાટણમાં 125, સાબરકાંઠામાં 102 અને અરવલ્લી જિલ્લામાં 40 કેસ નોંધાયા છે.

મહેસાણાનું કોરોનામીટર

તાલુકોશહેરગ્રામ્યકુલ
વિસનગર454287
ઊંઝા343468
મહેસાણા372562
વિજાપુર74653
વડનગર94150
કડી173148
જોટાણા01414
બહુચરાજી01111
ખેરાલ055
સતલાસણા011
કુલ149250 399
અન્ય સમાચારો પણ છે...