વાવેતર:ઉત્તર ગુજરાતમાં 2 સપ્તાહમાં 36300 હેક્ટરમાં શિયાળુ વાવણી,રાઇનું સૌથી વધુ 21700 હેક્ટરમાં થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી સપ્તાહમાં ઠંડીનું જોર વધવા સાથે વાવેતરમાં ઝડપ આવશે : કૃષિ વિભાગ
  • ઘાસચારાનું 9300, ચણાનું 2400, શાકભાજીનું 1300, બટાટાનું 900, વરિયાળીનું 300, સવાનું 200 હેક્ટરમાં વાવેતર

ઉત્તર ગુજરાતમાં શિયાળુ વાવેતર શરૂ થયાના બે સપ્તાહ થયા છે. બે સપ્તાહના અંતે 36,300 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. તહેવારોને લઇ હાલમાં વાવેતર ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જોકે, દિવાળીના તહેવારો બાદ આગામી સપ્તાહથી વાવેતર ઝડપ પકડશે.

વાવેતર શરૂ થયાના બે સપ્તાહમાં ઉત્તર ગુજરાતની 36,300 હેક્ટરમાં વાવેતર થયું છે. શિયાળુ સિઝનમાં 17 જેટલા પાકોનું વાવેતર થતું હોય છે. તે પૈકી 8 પ્રકારના પાકોનું વાવેતર થઇ ચૂક્યું છે. જેમાં સૌથી વધુ રાઇનું 21,700 હેક્ટર જમીનમાં થયું છે. આ ઉપરાંત ઘાસચારાનું 9300 હેક્ટરમાં, ચણાનું 2400 હેક્ટરમાં, શાકભાજીનું 1300 હેક્ટરમાં, બટાટાનું 900 હેક્ટરમાં, વરિયાળીનું 300 હેક્ટરમાં, સવાનું 200 હેક્ટરમાં અને મકાઇનું 200 હેક્ટરમાં વાવેતર થયું છે. આગામી સપ્તાહમાં તહેવારો પૂર્ણ થવાની સાથે ઠંડીનું જોર વધવાનું શરૂ થશે ત્યારે વાવેતરમાં ઝડપ જોવા મળશે.

2 સપ્તાહના અંતે વાવેતરની સ્થિતિ
જિલ્લોવાવેતર
મહેસાણા11900 હેક્ટર
પાટણ7900 હેક્ટર
બનાસકાંઠા15800 હેક્ટર
સાબરકાંઠા400 હેક્ટર
અરવલ્લી300 હેક્ટર
કુલ36300 હેક્ટર
અન્ય સમાચારો પણ છે...