શાળાનો પ્રથમ દિવસ:શાળા ખૂલ્યાના પ્રથમ દિવસે મહેસાણા જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી

મહેસાણા16 દિવસ પહેલા
  • મોટા ભાગના વર્ગખંડ સુમસામ જોવા મળ્યા

રાજ્યની સાથે મહેસાણા જિલ્લામાં પણ કોરોના મહામારીના કારણે 20 મહિના બાદ આજે વિદ્યાર્થીઓ શાળાના પગથીયા ચડ્યાં છે. જિલ્લાની મોટાભાગની શાળાઓમાં આજે પ્રથમ દિવસે વર્ગખંડોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.

મહેસાણા જિલ્લામાં ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ આજે ઓછી સંખ્યામાં જોવા મળ્યા હતા. કેટલીક શાળાઓમાં તો વિદ્યાર્થીઓ આવ્યા જ નહોતા, તો કેટલીક શાળાઓમાં પાંચ-પાંચ વિદ્યાર્થીઓ આવ્યા હતા.

આ અંગે કેટલીક શાળાઓના શિક્ષકોએ જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયના કારણે વાલીઓ અને શાળાના શિક્ષકો મુંઝવણમાં મૂકાયા હતા કે, ગઈકાલે સરકારે કરેલા આદેશને લઈને અમારે વાલીઓના સમતી પત્રક જમા થયા બાદ જ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાનો છે. તો આજે તાત્કાલિક ધોરણે પ્રથમ દિવસે કેટલાક બાળકો પરમિશન વિનાના આવ્યા હતા, જેઓ આવતી કાલે ફરી પોતાના વાલીના સમતી પત્ર લીધા બાદ શાળામાં પ્રવેશ આપીશું.

કડીની એમ.એન. પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય ખોડાભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 20 મહિનાથી કોરોના કાળના લીધે ધોરણ 1થી 5ની શાળાઓ બંધ હતી જે ફરી શરૂ થઈ છે. આજે ઘણા બધા વાલીઓને મૂંઝવણ હતી જે શાળા દ્વારા માહિતી આપી દૂર કરવામાં આવી છે. તેમજ આવતીકાલથી બાળકો શાળાએ આવશે જેના ભાગ રૂપે શાળાએ માસ્ક અને સેનેટાઇઝર સહિતની તમામ વ્યવસ્થા કરી છે. જેથી કરીને બાળકને કોઈ સમસ્યા ઉભી ન થાય.

અન્ય સમાચારો પણ છે...