વાતાવરણમાં પલટો:ઉત્તર ગુજરાતમાં આંધી, ગરમી 40 થી નીચે; આગામી 4 દિવસ વાદળાં વચ્ચે ગરમી ધીમે ધીમે 2-3 ડિગ્રી ઘટશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસભર અનિયમિત દિશાનો પવન ફૂંકાતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગરમી 3 ડિગ્રી સુધી ઘટીને 40થી નીચે આવી હતી. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરમાં ગરમી 3 ડિગ્રી સુધી ઘટી હતી. 40 ડિગ્રીથી નીચા તાપમાનના કારણે 3 દિવસ બાદ આકરી ગરમીથી રાહત મળી હતી. પરંતુ ઉકળાટનો કહેર યથાવત રહ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ગરમી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. દરમિયાન વાતાવરણ આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો

મહેસાણા38.1
પાટણ38.9
ડીસા39.8
હિંમતનગર39.6
મોડાસા37.8
(તાપમાન ડિગ્રીમાં)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...