અકસ્માત:કોઠાસણા નજીક બાઇક સ્લીપ ખાતાં દંપતી પૈકી પત્નીનું મોત

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક મહિના પૂર્વે દાંતાના ધોળીકાંકરી ગામના દંપતીને સતલાસણાના વાવ આવતાં અકસ્માત

સતલાસણા તાલુકાના કોઠાસણા પાટિયા નજીક દાંતા તાલુકાના ધોળી કાંકરી ગામના દંપતીનું બાઇક સ્લીપ ખાઈ જતાં ગંભીર ઇજાગ્રસ્ત પત્નીનું સારવાર દરમિયાન એક મહિના બાદ મોત થતાં પોલીસે પતિ વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.દાંતા તાલુકાના ધોળી કાંકરી ગામના રજુભાઈ ભાડાભાઇ ગમારે સતલાસણાના વાવ ગામના ચૌધરી હીરાભાઈને ત્યાં ખેતરમાં ભાગ રાખ્યો હોઇ ગત 9 સપ્ટેમ્બરે બાઇક લઈ પત્ની શારદાબેન સાથે વાવ આવતા હતા. ત્યારે કોઠાસણા પાટિયા નજીક બાઇક સ્લીપ ખાઈ ગયું હતું.

જેમાં નીચે પડેલા રજુભાઈને કપાળ અને ઘૂંટણના ભાગે ઇજા થઈ હતી. જ્યારે શારદાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સતલાસણા, વડનગર, મહેસાણા અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સતલાસણા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...