તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:પતિએ બાઇકને બ્રેક મારતાં ઉછળીને પડતાં પત્નીનું મોત

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુથી અરઠી જતાં રોડ પર અકસ્માત

પતિ સાથે બાઇક પાછળ બેસીને પિયર જઇ રહેલી મહિલાને ખેરાલુથી અરઠી જતા માર્ગમાં અકસ્માત નડ્યો હતો. એકાએક કૂતરું આવી જતાં બાઇકને બ્રેક મારતાં પાછળની સીટમાં બેઠેલી મહિલા ફંગોળાઇને રોડ પર પટકાતાં તેનું મોત થયું હતું. ખેરાલુ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

વિસનગરમાં ફતેહ દરવાજામાં ભક્તોના વાસમાં રહેતા લાલાજી ગણેશજી ઠાકોર રવિવારે પત્ની ભારતીને બાઇક (જીજે 02 સીજે 7015) લઇને સાંજના 4.30 વાગે સાસરી જશપુર જવા ઘરેથી નીકળ્યા હતા. ખેરાલુથી અરઠી પંચવટી હોટલ નજીકથી તેઓ પસાર થતા હતા, ત્યારે એકાએક ખેતરમાંથી દોડીને બાઇક સામે આવી ગયેલા કૂતરાને બચાવવા જતાં લાલાજી ઠાકોરે બાઇકની બ્રેક મારતાં પાછળ બેઠેલી પત્ની ભારતી પર પટકાતાં 108માં સારવાર માટે પ્રથમ ખેરાલુ અને ત્યાર બાદ મહેસાણા ખસેડાઇ હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...