તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:17 વર્ષ પહેલાં કડી ભૈરવ ટેકરી મંદિરમાં હત્યાકાંડને અંજામ આપનાર પતિ બાદ પત્ની દિલ્હીથી ઝડપાઇ

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનઆરઆઈ ટ્રસ્ટી, મહંત સહિત 4 લોકોની હત્યાને અપાયો હતો અંજામ

કડીમાં 17 વર્ષ પહેલા એનઆરઆઈ ટ્રસ્ટી સહિત 4 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈ લોકોમાં ભારે ચર્ચા જોવા મળી હતી. આ આરોપી મહિલાને ક્રાઈમ બ્રાંચે દિલ્હી ખાતેથી ઝડપી પાડી હતી. 2004માં કડીમાં ઉટવા ગામની સિમમાં આવેલા મહાકાળી મંદિરમાં એનઆરઆઈ ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકનું ગળું કાપી રૂ.દસ લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલા તેના પતિથી દૂર રહેતી હતી. પણ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે.

ગળું કાપી રૂ.10 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થયા

17 વર્ષ પહેલા કડીમાં ચાર હત્યા કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલા આરોપીની દિલ્હી ખાતેથી ધરપકડ કરી છે. મહિલાએ એક મંદિરમાં પોતાના પતિ સાથે લૂંટ વીથ મર્ડર કર્યું હતું. જો કે, એટીએસએ તેના પતિને દબોચી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચે કસ્ટડીમાં લીધેલી મહિલાનું નામ રાજકુમારી ઉર્ફે ડિસ્કો યાદવ છે. આ મહિલાએ પોતાના પતિ સાથે મળીને વર્ષ 2004માં કડીમાં ઉટવા ગામની સિમમાં આવેલા મહાકાળી મંદિરમાં ટ્રસ્ટી, સાધ્વી અને 2 સેવકનું ગળું કાપી રૂ.10 લાખના મુદ્દામાલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

ટેક્નિકલ સર્વેલન્સથી 17 વર્ષથી ફરાર મહિલાની ધરપકડ કરી

ગુજરાત ATSએ ગત વર્ષે આરોપી મહિલાના પતિ મહેન્દ્રસિંહ ઉર્ફે ગોવિંદ સિંહ યાદવની ધરપકડ કરી હતી. અને આરોપી પોતાનું નામ બદલીને રહેતો હતો. જો કે, મહિલા પણ તેના પતિની જેમ પોતાનું નામ બદલીને દિલ્હીમાં રહેતી હોવાની વિગતો સામે આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ભારે જહેમત બાદ અને ટેક્નિકલ સર્વેલન્સથી 17 વર્ષથી ફરાર મહિલાની ધરપકડ કરી હતી.

દિલ્હીમાં નામ અને પોતાનો વેશ બદલીને રહેતા

આ દંપતી હત્યાકાંડ બાદ ગુજરાત છોડી ફરાર થઈ ગયા હતા. અને તેઓને પકડવા માટે સરકારે તેમની ઉપર રોકડ ઈનામની રકમ પણ જાહેર કરી હતી. આ જાહેરાત બાદ આ લોકોની જાણ પોલીસને કરવામાં આવી હતી. અને આ લોકો દિલ્હીમાં નામ અને પોતાનો વેશ બદલીને રહેતા હોવાની વાત મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી તેઓની ધરપકડ કરી હતી.

2004માં ગુજરાતમાં આવ્યા પછી પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દંપતી 2004માં ગુજરાતમાં આવ્યા પછી પહેલા વડોદરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરી રહ્યો હતો. અને ત્યારબાદ કડીમાં અલગ અલગ કંપનીમાં કામ કરતો હતો. આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ રાજસ્થાન, ઝાંસીના અલગ અલગ જગ્યાએ રોકાઈ ત્યાર બાદ દિલ્હીમાં રહેવા લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...