મારૂ એક્ટિવા કોણ લઈ ગયું?:મહેસાણામાંં વાઈડ એન્ગલમાં યુવતી મૂવી જોવા ગઈ ને તસ્કરો પાર્ક કરેલ એક્ટિવા ચોરી રફુચક્કર થઈ ગયા

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં અમદાવાદ હાઇવે પર આવેલા વાઈડ એન્ગલ મુવી પ્લેક્સમાં યુવતી મુવી જોવા ગઈ હતી.જ્યાં તેણે પોતાનું એક્ટિવા બહાર પાર્ક કર્યું હતું.જ્યાં મુવી જોઈ પરત આવી ત્યારે પોતાનું એક્ટિવા નજરે ન પડતા તેણે આસપાસ તપાસ આદરી હતી.જોકે એક્ટિવા ક્યાંક ન મળતા આખરે તેણે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા શહેરમા રહેતી 23 વર્ષીય કૃષાગી શાહ વાઈડ એન્ગલમાં મુવી જોવા ગઈ હતી. જ્યાં તેણે પોતાનું GJ2BG3540 નંબરનું એક્ટિવા પાર્કિગમાં પાર્ક કર્યું હતું. મૂવી જોઈને પરત આવ્યા બાદ એક્ટિવા ક્યાંય જોવા ન મળતા તેણે આસપાસ તપાસ કરી ત્યારબાદ યુવતીએ એ ફરિયાદ કરતા ફરિયાદ બે દિવસે ઓનલાઇન થતા તેણે મહેસાણા બી ડિવિજન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે

અન્ય સમાચારો પણ છે...