હુમલો:મારી પત્ની પર કેમ ખરાબ નજર રાખે છે કહીં આધેડ પર હુમલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના જમનાપુર ગામનો બનાવ
  • લાંઘણજ પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ

મહેસાણા તાલુકાના જમનાપુરમાં તુ મારી પત્ની ઉપર ખરાબ નજર કેમ રાખે છે તેમ કહીને 4 શખ્સોએ આધેડ ઉપર હુમલો કરી લોખંડની પાઈપ વડે માર મારતાં ઈજાગ્રસ્ત થયા હતા. લાંઘણજ પોલીસે 4 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

જમનાપુર ગામના મણાજી કુબેરજી ઠાકોર ઘરે હાજર હતા તે સમયે ગામના ગોપાળજી ઠાકોરે આવીને કહેલ કે, તમે મારી પત્ની ઉપર ખરાબ નજર રાખો છો તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. જ્યારે તેમનુ ઉપરાણું લઈને અન્ય 3 શખ્સોએ ભેગા મળી મણાજી ઠાકોરને લોખંડની પાઈપ વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત આધેડને લાંઘણજ અને મહેસાણાની સરકારી હોસ્પિટલોમાં પ્રાથમિક સારવાર આપી અમદાવાદ સિવિલ રીફર કરાયા હતા. આ અંગે લાંઘણજ પોલીસે જમનાપુરના ગોપાળજી ચંદુજી ઠાકોર, ગલાજી ચંદુજી ઠાકોર, કરશનજી ગાભાજી ઠાકોર અને રોહિતજી ગલાજી ઠાકોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...