મહેસાણામાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ સોસાયટીઓના કોમન પ્લોટ, ટી પાર્લર અને પાન પાર્લરમાં રોચક ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા ગરમી પકડી રહી છે. ભલે હવે રાત્રે શિયાળાની હળવી ઠંડીની અસર શરૂ થઇ પણ ચૂંટણી ચર્ચાઓમાં ગરમાવો જોર પકડી રહ્યો છે. જીઇબી નજીક ટી સ્ટોલ આગળ સાત-આઠ યુવાનોમાં આ વખતની ચૂંટણીમાં કોણ બાજી મારી જશે તેવી ચર્ચા છેડાઇ.
તો એક ભાઇ બોલ્યા ગમે તે આવે પેટ્રોલના ભાવ ભડકે બળ્યા છે અને ચૂંટણી પછી પણ વધવાના છે. મોંઘવારી કેટલી બધી થઇ છે. તો સામે ભાઇ બોલ્યા મોંઘવારીની વાતો છે, બાકી કાર શો રૂમોમાં જાઓ કેટલીક કાર ખરીદવામાં વેઇટિંગ છે.
જલ્દી કાર ડિલિવરીમાં મળતી નથી, ક્યાં ગઇ મોંઘવારી. ખાલી પેટ્રોલ અને ગેસને લઇને મોંઘવારીની વાતો થાય છે હો. આવામાં શાણા લાગતા ત્રીજા ભાઇ બોલ્યા, ક્યાં અવળા પાટે વાતો લઇ જાઓ છો. ચૂંટણીમાં કોણ જીતશે. મહેસાણામાં ભાજપ સામે કોંગ્રેસમાં કોણ ગોઠવાશે તેના પછી કહી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.