કાળઝાળ ગરમી:પશ્ચિમના પવને ઉત્તર ગુજરાતને ફરી આગની ભઠ્ઠીમાં ધકેલ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉત્તર ગુજરાતના 4 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનના કારણે કાળઝાળ ગરમીથી રાહત મળી હતી. જો કે, ગુરૂવારે પશ્ચિમ દિશાનો પવન ફૂંકાતાં ગરમીનો પારો પોણા 2 ડિગ્રી સુધી વધ્યો હતો. જેને લઇ મુખ્ય 5 પૈકી 4 શહેરોનું તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચતાં 5 દિવસ બાદ ઉત્તર ગુજરાત આગની ભઠ્ઠીમાં ધકેલાયું હોય તેમ કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતના પાંચ શહેરોમાં સૌથી વધુ ગરમી હિંમતનગરમાં નોંધાઇ હતી. હિંમતનગરમાં 1.1 ડિગ્રી તાપમાનના વધારા સાથે 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ગુરૂવારે દિવસભર સરેરાશ પ્રતિ કલાકે 6 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે ઉત્તર ગુજરાતમાં તાપમાન પોણા 2 ડિગ્રી સુધી ઉચકાયું હતું. ડીસાને બાદ કરતાં 4 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી વટાવી ગયો હતો. એમાં પણ 43 ડિગ્રી સાથે હિંમતનગર ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. કાળાઝાળ ગરમી વચ્ચે ઉકળાટએ બળતાંમાં ઘી હોમ્યુ હોય તેમ પ્રજાની મુશ્કેલીમાં વધારો કર્યો હતો. દેહદઝાડતી ગરમી અને માથુ ફાડતાં ઉકળાટના કારણે બપોરના સમયે મોટાભાગના બજારોમાં ખાલી જોવા મળ્યા હતા.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેરગરમી
મહેસાણા42.3 (+1.1)
પાટણ42.0 (+1.0)
ડીસા41.4 (+1.8)
હિંમતનગર43.0 (+1.1)
મોડાસા42.3 (+1.8)

આગાહી: આજે પણ ગરમી યથાવત રહેશે
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક એટલે કે, શુક્રવારે પણ ગરમીનો આ રાઉન્ડ યથાવત રહી શકે છે. ત્યાર બાદ શનિવારથી સોમવાર સુધીમાં ગરમી 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...