હવામાન:વેલમાર્ક લો-પ્રેશરની દિશા બદલાતાં ઉ.ગુ. માં ભારે વરસાદની શક્યતા ટળી

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 24 કલાકમાં કડીમાં 1 ઇંચ, બહુચરાજીમાં અડધો ઇંચ, જોટાણામાં 5 મીમી, વડનગરમાં 2 મીમી વરસાદ પડ્યો, બાકીના 6 તાલુકામાં વિરામ

ચાલુ ઓગસ્ટ મહિનામાં બંગાળની ખાડીમાં ત્રીજી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ બની છે. અગાઉની બે લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધવાને કારણે ઉત્તર ગુજરાતને સિઝનનો સૌથી વધુ વરસાદ ઓગસ્ટ મહિનામાં મળી ચૂક્યો છે. જોકે, આ ત્રીજું લો-પ્રેશર પશ્ચિમ-ઉતર દિશામાં આગળ વધતું હોઇ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ટળી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વેલમાર્ક લો-પ્રેશર સિસ્ટમ પશ્ચિમ-ઉતર દિશા તરફ આગળ વધતાં શુક્રવારે મધ્યપ્રદેશના પૂર્વ ભાગ સુધી પહોંચ્યું છે. હવે આ સિસ્ટમ મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં થઇને સીધી રાજસ્થાન તરફ ફંટાવાની શક્યતા છે. જેને ઉત્તર ગુજરાતમાં આગામી 29 અને 30 ઓગસ્ટની ભારે વરસાદની શક્યતા ટળી છે. જેને બદલે આગામી 48 કલાક સુધી કેટલાક ભાગોમાં હળવા ઝાપટાંથી માંડી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. જોકે, રાજસ્થાનમાં સારા વરસાદની શક્યતા બનતાં ડેમોમાં પાણીની આવકમાં વધારો પણ થવાની શક્યતા વધી છે.

મહેસાણા જિલ્લામાં ગુરૂવાર સાંજે 6 થી શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં માત્ર ગત રાત્રીએ જ વરસાદ વરસ્યો હતો. કડીમાં 1 ઇંચ, બહુચરાજીમાં અડધો ઇંચ, જોટાણામાં 5 મીમી અને વડનગરમાં 2 મીમી સાથે વરસાદ 4 તાલુકામાં સમેટાયો હતો. જોકે, શુક્રવાર સવારથી સાંજ સુધી વરસાદે વિરામ લેતાં ઉઘાડ નીકળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...