તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્ઞાનોપદેશ:પાંચ સંકલ્પના પુષ્પો દ્વારા નૂતનવર્ષનું સ્વાગત કરીએ : પૂ.મુનિરાજ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ જીવનની ઉન્નતિ કરનારા પાંચ સંકલ્પ કરીએ

મહેસાણાના ઉપનગર જૈન સંઘ વ્યવસ્થાપક સમિતિ આયોજન પ્રેરણામૃતમાં પૂ. મુનિરાજ રાજપુણ્ય વિજયજી મહારાજ સાહેબએ નૂતન વર્ષ નિમિત્તે વ્યાખ્યાનમાં કહ્યુ કે, એક વર્ષની સમાપ્તિ અને આવતી કાલથી એક નવા વર્ષનો શુભારંભ થશે, તો, નૂતનવર્ષની પૂર્વ સંધ્યાએ, આ વર્ષ કેવું ગયું, તેની ચિંતા કરવાના બદલે, હવેનું વર્ષ ભવ્ય જાય, તેવું પ્લાનિંગ કરીએ, તો તે માટે કેટલાંક સંકલ્પ આજે કરવા જેવા છે.એક - આત્મિય વ્યક્તિને સુધારવાનો ભલે ગમે તેટલો પ્રયાસ કરીએ, પરંતુ તે કદાચ ના જ સુધરી શકે, એમ હોય તો, તેનો સ્નેહથી અંતરથી સ્વીકાર કરી લેવો જોઈએ, પણ હા આ વિધાન વાંચી જે વ્યક્તિ પોતાને સુધારનાર છે, તેને વાંચવાનું મન થતું હોય, તો તેઓએ તો સુધારવાનો જ પ્રયાસ કરવાનો છે.બે - જેઓ અત્યંત નિકટનાં છે, પોતાનાં છે, તેમનું દિલ જીતવાનો પ્રયાસ કરીએ, આપણો સ્વભાવ એવો છે કે, જે પરાયા છે.

તેમને સતત પોતાનાં કરવાનો પ્રયાસ કરીએ છીએ, પણ જે પોતાના છે, તેને તો દુઃખી જ કરીએ છીએ, તેથી જે પોતાના છે, તેને વધુ વ્હાલા કરવાનો પ્રયાસ કરીએ.ત્રીજું, કોઈ પણ વ્યક્તિ સાથે અંતરંગ સંબંધ ના બગાડીએ, માની લો હવે એ વ્યક્તિની વધુ સમીપ જવાનું મન નથી તો, ચુપચાપ ધીરે ધીરે દૂર થઈ જઈએ, પણ બોલીને તો ક્યારેય ન બગાડીએ, બોલીને બગાડવામાં અંતે તો નુકશાન આપણને જ થતું હોય છે,ચાર - ઘણાં સમયથી જ ભૂલ - ખોટું કામ આપણે કરી રહ્યા છીએ, તેનાથી વહેલી તકે મુક્ત થવા જેવું છે, કારણ કે તે ભૂલ માત્ર આપણને જ નહીં, પરંતુ આપણી આત્મીય વ્યક્તિઓને પણ તેનું કટુ પરિણામ ભોગવવું પડતું હોય છે, તો આનો પણ દ્રઢ નિર્ણય કરવો જોઈએ.પાંચ - જે કાર્ય કરવાનો આપણો ગોલ છે, જેને એક વિશિષ્ટ ધ્યેય બનાવ્યું છે, તેના માટે પ્રમાદ - શૂન્ય બની પરિશ્રમ કરવાનો છે, અર્થાત, ધ્યેય પર ધોધ બનીને ધસમસવાનું છે.નુતનવર્ષની પૂર્વ સંધ્યાએ સરસ મજાના જીવનપ્રગતિ કારક પાંચ સંકલ્પનાં પુષ્પો દ્વારા, આપણે નૂતનવર્ષની પ્રભાતનું સ્વાગત કરવાનું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો