તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેરણામૃત:આપણે ગરમ ના થઈએ અને કોઈ થાય તો ઠંડો થવાનો અવસર આપીએ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુનિરાજ રાજસુંદરવિજયજી મ.સા. - Divya Bhaskar
મુનિરાજ રાજસુંદરવિજયજી મ.સા.
 • મહેસાણા ઉપનગર જૈન સંઘમાં રાજસુંદરવિજયજી મ.સાએ સ્વભાવ વિશે જ્ઞાનરસ પિરસ્યુ

મહેસાણા ઉપનગર જૈન સંઘમાં રવિવારે પ્રેરણામૃતમાં મુનિરાજ રાજસુંદરવિજયજી મ.સા.એ જણાવ્યું કે, નાનકડો છોડ, તેનું સિંચન કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે. છોડ ઉપર કદાચ થોડું મલિન પાણી નાંખશો, તો પણ તે કહેશે કે, મને કોઈ વાંધો નથી, પણ એ જ છોડ ઉપર જો ગરમ પાણી નાખવામાં આવે, તો તે તરત મુરઝાવા લાગશે. આનો અર્થ એ જ છે કે ગરમ સ્વભાવ માણસને તો શું સામાન્ય છોડને પણ પસંદ નથી. અરે સોનુ ભલે સૌને ગમતું હોય, તો સોનુ પહેરવા માટે મન લાલચિત હોય, પણ એ સોનુ પણ ગરમાગરમ હોય તો કોઈ પહેરવા તો શું અડવા પણ તૈયાર નહીં થાય. અર્થાત સોનુ પણ ગરમ હોય તો કોઈને પસંદ નથી.

ગરમીની વાત ચાલે છે, તો વાતાવરણની ગરમી, જેમ કોઈને પસંદ નથી, તેમ શરીરની ગરમી પણ કોઈને પસંદ નથી. શરીર જેવું ગરમ થાય, અર્થાત તાવ આવ્યાનો ખ્યાલ આવે, તો તે કોઈને ગમતું નથી, અરે આવી પણ જાય તો તરત તેનો ઉપચાર સૌ કરતા હોય છે, તો શરીરની ગરમીને જેમ તાવ-દ્રવ્યરોગ કહેવાય છે, તેમ મનની ગરમીને ક્રોધ-ભાવરોગ કહેવાય છે. આ મનની ગરમી પણ કોઈને ગમતી નથી, તો જ્યારે પણ આ ગરમી સવાર થઈ જાય, ત્યારે તરત તેનો ઉપચાર કરી લેવો જોઈએ.

હવે બીજું કોઈ ગરમ હોય -ક્રોધમાં હોય, ત્યારે શું કરવું જોઈએ? એ જોઈએ. જેમ કપમાં ચા અત્યંત ગરમ હોય તો તરત કોઈ પીવાની ભૂલ કરે? લગભગ ના જ કરે અને કદાચ કોઈ કરે, તો પણ મોઢું તો બળે જ. તેથી ચા ગરમ હોય તો સર્વપ્રથમ તેને પહોળી રકાબીમાં નાખવાની હોય, પછી ફૂંક મારવાની હોય અને પછી જ પીવાય તેમ કોઈ માણસ પણ ગરમ હોય, તો તેને ઠંડો થવાનો થોડો સમય અપાય, રકાબીની જેમ અલ્પ સમય માટે ખુલ્લું વાતાવરણ આપવાનું, પછી ફૂંક મરાય એટલે ટાઢક આપવાની અને પછી જ વાત કરવાની. જો સીધી વાત કરવા ગયા, તો ગરમ ચાની જેમ તે ગરમ માણસ આપણને બાળશે જ. અંતે મહત્વની વાત : આપણે ગરમ ક્યારેય ના થઈએ અને કોઈ થાય તો તેને ઠંડો થવાનો અવસર આપીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો