તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરખાસ્ત:નાગલપુરમાં જગ્યા નક્કી ન થતાં વોટર સ્ટ્રીટમેન્ટ પ્લાન્ટ 6 માસથી અધ્ધરતાલ

મહેસાણા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ ગત માર્ચમાં માપણી કરી સીટ આપવા ફી ભરી દરખાસ્ત કરી હતી
  • પ્લાન્ટ માટે પાણી પુરવઠા બોર્ડે એજન્સી નક્કી કર્યા પછી જગ્યા ક્લિયર ન થઈ

મહેસાણા શહેરમાં હજુ પણ પર્યાપ્ત નર્મદાના પાણી પુરવઠાના અભાવે 30 ટકા વિસ્તાર ક્ષારયુક્ત બોર આધારીત પાણી પર નિર્ભર રહ્યો છે.ત્યારે વંચિત વિસ્તારોને પણ નર્મદાના પાણી હેઠળ આવરી લેવા માટેના નર્મદા પાણી નેટવર્ક પ્રોજેક્ટમાં નાગલપુર ખાતે 20 એમ.એલ.ડી(મીલીયન લીટર પર ડે) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા પાણી પુરવઠા બોર્ડ દ્વારા મંજૂર કરાયો છે અને એજન્સી પણ નક્કી કરાઇ છે.

જોકે નાગલપુર ખાતે નિયત કરાયેલ સરકારી જગ્યાની માપણી કરવાની થતી હોઇ નગરપાલિકા દ્વારા સ્થળ માપણી કરી માપણી સીટ માટે જરૂરી ફી સાથે ડીઆઇએલઆર,સીટી સર્વૈ કચેરીમાં દરખાસ્ત કર્યાના છ મહિના પછી પણ હજુ જમીન ક્લિયર દર્શાવતી માપણી સીટ તૈયાર થઇને ન આવતા નર્મદા પાણીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અધ્ધરતાલ રહેવા પામ્યો હોવાનું સુત્રોએ કહ્યુ હતું.

સિટી સર્વેમાં દરખાસ્ત કરાઈ છે : ચીફ ઓફિસર
ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે, સરકારી જગ્યાએ પાણી પુરવઠા બોર્ડ વોટર સ્ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવનાર છે.પાલિકાએ તો માપણી સીટ રીપોર્ટ આપવાનો છે. જગ્યાની માપણી કરવા માટે ફી સાથે સીટી સર્વેમાં દરખાસ્ત કરાયેલ છે,પાલિકારાહે આ બાબતે કોઇ પ્રક્રિયા પેન્ડીંગ નથી.જ્યારે મહેસાણા ડી.આઇ.એલ.આર અને સીટીસર્વે અધિકારી હેમરાજભાઇ રબારીએ કહ્યુ કે, વોટર સ્ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યા માટે માપણીની દરખાસ્ત ત્વરીત ચેક કરાવી યોગ્ય કરાશે.

અન્ય સમાચારો પણ છે...