પીવાની પોકાળ:મહેસાણાની સત્યમ હોમ્સમાં 15 દિવસથી પાણીની સમસ્યા, સોસાયટીની મહિલાઓની નગરપાલિકામાં ઉગ્ર રજૂઆત

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણીની નવી ટાંકીનું જોડાણ લોકડાઉનમાં લેબર વિના અટવાયું

મહેસાણાના ગાંધીનગર લીંકરોડ પર સધી માતા નગરની પાછળ આવેલી સત્યમ હોમ્સ સોસાયટીમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી બિલકુલ ઓછું આવતું હોઇ ગૃહિણીઓ સહિત રહીશો પાણી માટે હાલાકી ભોગવી રહ્યા છે.જેથી મંગળવારે સોસાયટીની મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી.
સત્યમ હોમ્સ નજીકમાં નવી ટાંકી બનાવી દેવાઇ છે
ઉનાળાની ગરમીમાં પંદર દિવસથી સત્યમ હોમ્સમાં પૂરતુ પાણી આવતું ન હોઈ રહીશોમાં રોષ ફેલાયો છે.પાણીની સમસ્યા હલ કરવા મહિલાઓએ પાલિકામાં રજૂઆત કરી હતી.જેમા પાલિકાના વોટર વર્કસ શાખાના સૂત્રોએ કહ્યું કે, રોડ સાઈડથી સોસાયટી ઊંચાઈમાં હોઇ પાણીનો ફ્લો ધીમી ગતિએ પહોંચી રહ્યો છે,એટલે શોર્ટેજ વર્તાય છે. હાલ ગોલ્ડન બંગ્લોઝની ટાંકીથી પાણી સપ્લાય થાય છે સત્યમ હોમ્સ નજીકમાં નવી ટાંકી બનાવી દેવાઇ છે.લોકડાઉનમા ંસોસાયટીઓની ડિસ્ટ્રિબ્યુશન લાઈનનું જોડાણ કરવાનું બાકી છે જે હાલ  લેબરો ન હોય કામ બાકી રહ્યું છે.સોસાયટીઓનું નવી ટાંકીમાં જોડાણ થતાં પાણીની સમસ્યા હલ થઈ જશે. હાલ ટેન્કરથી વ્યવસ્થા કરી અપાશે.

અન્ય સમાચારો પણ છે...