તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કડીના 4 ગામોમાં સમાન પાણી વિતરણ અને બચતના અભ્યાસ માટે વૉટરમીટર લગાવાયાં

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા જલનિધિ પ્રોજેક્ટની વડાવીથી શરૂઆત કરાઇ
  • વડાવી, રાજપુર, ધુમાસણ અને બોરીસણાનો જલનિધિ પ્રોજેક્ટમાં સમાવેશ

પર્યાવરણ શિક્ષણ કેન્દ્રના જલનિધિ પ્રોજેક્ટમાં કડી તાલુકાના 4 ગામનો સમાવેશ કરાયો છે. જિલ્લા વાસ્મો વિભાગની મદદથી ચારેય ગામના ગ્રામજનોને એકસરખા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ પાણીનો વેડફાટ બંધ કરી બચત થાય તેવા પ્રયત્નો કરાશે. પ્રોજેક્ટની શરૂઆત વડાવી ગામથી કરાઇ છે.જલનિધિ પ્રોજેક્ટમાં કડી તાલુકાના વડાવી, રાજપુર, ધુમાસણ અને બોરીસણા ગામને આવરી લેવાયા છે. પ્રોજેક્ટ મેનેજર ધર્મેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, પ્રથમ તબક્કે ચારેય ગામના સરકારી ટ્યુબવેલ પર પાણીના મીટર લગાવવામાં આવ્યાં છે. જેના દ્વારા કયું ગામ કેટલા પાણીનો ઉપયોગ કરે છે તે જાણી શકાશે.

પાણી વપરાશના રિપોર્ટના આધારે ગામની સંખ્યા પ્રમાણે વપરાશ થાય છે કે તેથી વધુ વપરાશ થાય છે તે જાણી શકાશે. રિપોર્ટના આધારે પ્રોજેક્ટની કામગીરી હાથ ધરાશે.બીજી બાજુ મહેસાણા જિલ્લા વાસ્મો વિભાગ દ્વારા વડાવી ગામે 3 દિવસની કાર્યશાળાનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામજનોએ જાતે જુદી-જુદી ટીમો બનાવી ગામનો સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે પ્રમાણે અંદાજે 3600ની વસ્તી ધરાવતા વડાવીના ગ્રામજનો પીવાનું પાણી જરૂરિયાત કરતાં 171 ટકા વધુ ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રતિ દિન 15 કલાક બોર ચલાવી 5.79 લાખ લિટર પાણીનો ઉપયોગ કરે છે. જે પૈકી 62 ટકા પાણીનો જથ્થો પીવા અને ખેતી પાછળ ઉપયોગ કરે છે. પાણીની બચત કરવા વડાવી પંચાયત દ્વારા એક રજીસ્ટ્રેશન નિભાવવામાં આવી રહ્યું છે. જેમાં ગામની કઇ લાઇનમાં કેટલું પાણી જાય છે તેની નોંધ કરાય છે. થોડાક દિવસો સુધી આ આંકડાકિય માહિતી એકત્રિત કરી પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અને વાસ્મો વિભાગ દ્વારા પાણીની બચત કેવી રીતે કરવી તેની સમજ ગ્રામજનોને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...