સમસ્યા:બોર બગડતાં ગાયત્રી મંદિર વિસ્તારની 10 સોસાયટીમાં બે દિવસથી પાણી બંધ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા ધરમ સિનેમા રોડનો બોર નિષ્ફળ જતાં સમસ્યા
  • એક ટાઇમ નર્મદાનું નામ માત્રનું પાણી આવે છે : રહીશો

મહેસાણા શહેરના ધરમ સિનેમા રોડનો બોર બે દિવસથી નિષ્ફળ જતાં ગાયત્રી મંદિર રોડ વિસ્તારથી 10 જેટલી સોસાયટીઓના રહીશોને ભરઉનાળે પીવાના પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. બીજી બાજુ, પાલિકાએ આ વિસ્તારમાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તૈયારી હાથ ધરી છે.

ધરમ સિનેમા બોરમાં બે દિવસથી માટી નીકળતા બોર બંધ છે. જેના કારણે ગાયત્રી મંદિરથી સકસેસ વિદ્યાવિહાર સુધીના એરિયામાં સત્યમપાર્ક સહિતની 10 જેટલી સોસાયટીમાં બોરનું પાણી બંધ થયું છે. બીજી તરફ નર્મદા આધારિત પાણી પણ બિલકુલ ઓછું આવતું હોઇ ભરઉનાળે પાણીનું સંકટ સર્જાયું છે. જેને લઇ તુરંત પાલિકાની વોટરવર્કસની ટીમ પાણી સપ્લાયના વૈકલ્પિક સ્ત્રોત અને વ્યવસ્થાની તૈયારીમાં લાગ્યું છે. જોકે, બુધવાર સુધી વૈકલ્પિક વ્યવસ્થા થઇ શકી નહોતી.

અન્ય સમાચારો પણ છે...