તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાળઝાળ ગરમીમાં પાણી કાપ:ઉત્તર ગુજરાતના 10 શહેર અને 1 હજારથી વધુ ગામોને 2 દિવસ પાણી નહીં મળે

મહેસાણા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધરોઇ ડેમના હેડવર્ક્સમાં પપીંગ મશીનરીની કામગીરીના કારણે મુકાશે કાપ
  • 10 અને 11 જૂનના રોજ રહેશે પાણીની સમસ્યા

મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલા ધરોઈ ડેમમાંથી આગામી બે દિવસ પાણીનો કાપ મુકવામાં આવશે, જેને લઈને ત્રણ જિલ્લાઓમાં પાણીની અછત સર્જાઈ શકે છે. ધરોઈ ડેમના પાણીનો મહેસાણા,પાટણ અને બનાસકાંઠાના એક હજારથી વધુ ગામડાઓ વપરાશ કરે છે. આગામી 10 અને 11 જૂનના રોજ બે દિવસ પાણી નહીં મળતા ખરા ઉનાળે લોકોને સમસ્યાનો સામનો કરવો પડશે.

ત્રણ જિલ્લાના અનેક ગામડાઓ ધરોઈ ડેમના પાણી પર નિર્ભર

હાલમાં ઉનાળાના સમય ગાળા દરમિયાન પાણીની જરૂરિયાત એ સંજીવની બુટી સમાન કહી શકાય છે. ત્યારે આવી કાળજાળ ગરમીમાં અમુક ગામડાઓમાં પહેલાથી જ પાણીની સમસ્યા સર્જાતી હોય છે. ત્યારે મહેસાણા,પાટણ અને બનાસકાંઠાના અનેક ગામડાઓમાં ધરોઈ ડેમના પાણી પર નિર્ભર છે. જ્યારે ડેમના સમારકારને લઇને બે દિવસ સુધી પાણીનો કાપ રહેશે.

બે દિવસ એક હજારથી વધુ ગામડાઓને પાણી નહીં મળે

ધરોઈ ડેમમાં હેડવર્ક્સ ખાતે પપીંગ મસીનરીની કામગીરીના કારણે પાણીનો કાપ મુકવામાં આવશે. જેને લઈને એક હજારથી વધુ ગામડાઓને પાણી નહીં મળે. જેમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠાના 10 ગામ અને વિસનગર, ખેરાલુ, વડનગર, ઊંઝા, સિદ્ધપુર, કણોદર, છાપી, દાંતા અને અંબાજીને પણ પાણી કાપનો સામનો કરવો પડશે.

બોરથી પાણી પૂરું પડવાની શક્યતાઓ

ધરોઈ ડેમના પાણી ઉપર ત્રણ જિલ્લાના 10 શહેર અને 1008 ગામડાઓ નિર્ભર છે. જેને લઇને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાલિકા દ્વારા લોકોને 45 બોરથી પાણી પૂરું પડવાની શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...