તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાય:કચરો વિણતી રેગપીકર્સ મહિલાઓને કિલો પ્લાસ્ટીકે 3 રૂપિયા સહાય મળશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરમાં કચરો વિણતી રેગપીકર્સ મહિલાઓનું જાહેર આરોગ્ય જળવાઇ રહે તે માટે લાયન્સ કલબ તરફથી ગુરુવારે નગરપાલિકા ખાતે પદાઘિકારીઓના હસ્તે પીપીઇ કીટ વિતરણ કરવામાં આવી હતી.આ પ્રસંગે કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસે કહ્યુ કે, પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અંતર્ગત સરકારી સ્કીમમાં કચરામાંથી પ્લાસ્ટીક અલગ કરી વેચાણ કરી ગુજરાન ચલાવતા રેગપીકર્સને પ્રતિ પ્લાસ્ટીક ત્રણ રૂપિયાની સહાય અમલમાં આવી રહી છે.જેનો લાભ રેગપીકર્સને મળી રહે તે માટેનું નગરપાલિકા દ્વારા આયોજન કરાઇ રહ્યુ છે.

પાલિકાના જનસેવા કેન્દ્ર સંકુલમાં ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ,કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ,સેનેટરી ચેરમેન કૈલાશબેન એમ. પટેલ,સદસ્ય વિનોદભાઇ પ્રજાપતિના હસ્તે 40 રેગપીકર્સ બહેનોને લાયન્સ તરફથી પીપીઇ કીટ અર્પણ કરીને યોજનાકીય માહિતી માર્ગદર્શન આપ્યુ હતું.પાલિકા દ્વારા ડમ્પીગ સાઇટ પર રજીસ્ટ્રર નિભાવાશે અને સહાય રેગપીકર્સને મળે તેવુ આયોજન કરાશે.તમામ રેગપીકર્સને ઓખળકાર્ડ, હાથમોજા, બુટ કે મોજડી, રેડીયમ ઝેકેટ, રેઇનકોટ અને માસ્ક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...