તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાંથલ તેમજ દેત્રોજ પોલીસ સ્ટેશનના ત્રણ ગુનામાં વોન્ટેડ આરોપી જોટાણાથી ઝડપાયો

મહેસાણા7 દિવસ પહેલા
  • વિદેશી દારૂ તથા ખૂનની કોશિશ જેવા ગુનામાં આરોપી ફરાર હતો

મહેસાણા SOG પોલીસની ટીમને વધુ એક સફળતા મળી છે. જેમાં પોલીસે ત્રણ ગુનામાં ફરાર વોન્ટેડ આરોપીને જોટાણા ખાતેથી પકડી પાડ્યો છે. આરોપી સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ અને સાંથલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ કરવા મામલે તેમજ અન્ય એક ગુનો એમ કરી કુલ ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે.

મહેસાણા SOG પોલીસના પી.આઈ એ.એમ.વાળા તેમની ટીમ સાથે સાંથલ પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. ત્યારે પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે સાંથલ પોલીસ સ્ટેશનના ખૂનની કોશિશ ગુનામાં તેમજ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના કેસમાં ફરાર આરોપી ઝાલા સુરભા ઉર્ફે બિસ્કિટ જાલમસિંહ જે કટોસણનો રહેવાસી છે તે જોટાણામાં આવેલા બસ સ્ટેશન પાસે ઉભો છે. જેમાં માહિતી મળતા પોલીસ ત્યાં જઈને વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. તેમજ વધુ તપાસ હાથ ધરી હતી.

આ આરોપી અગાઉ ત્રણ જેટલા ગુનામાં ફરાર હતો. જેમાં આ આરોપી સામે દેત્રોજ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂ અને સાંથલ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ કરવા મામલે તેમજ અન્ય એક ગુનામાં એમ કરી કુલ ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો