તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વેક્સિનનો ઓછો જથ્થો ફાળવાતાં લોકોને રઝળપાટ, તમામ સેન્ટરોમાં 2 કલાકમાં જ રસી ખૂટી પડી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
માનવ આશ્રમ સેન્ટરમાં બપોરે એક વાગે 50થી પણ વધુ લોકો હાજર હતા. - Divya Bhaskar
માનવ આશ્રમ સેન્ટરમાં બપોરે એક વાગે 50થી પણ વધુ લોકો હાજર હતા.
  • મહેસાણા શહેરના 11 કેન્દ્રોમાં રવિવારે માત્ર 1250 વેક્સિન ડોઝ અપાયા
  • 25 ટકાથી વધુ લોકોએ પાછા જવું પડ્યું
  • લાખવડી ભાગોળ સેન્ટરમાં 80 ડોઝ સામે 120થી વધુ લોકો હતા

મહેસાણા શહેરના મોટાભાગના વેક્સિનેશન સેન્ટરમાં બે કલાકમાં જ વેક્સિન ખૂટી પડી હતી. સિવિલ માં રવિવારે 45+ માટેના સેન્ટરમાં 11.30 વાગ્યા સુધીમાં લાઇનમાં 200 લોકો હતા, તેમાંથી 130ને વેક્સિન આપી શકાઇ હતી. લાખવડી ભાગોળ અર્બન હેલ્થ સેન્ટરમાં 80 ડોઝ સામે 120થી વધુ લોકો હતા. માનવ આશ્રમ સેન્ટર ખાતે મોડી કામગીરી શરૂ થતાં બપોરે 1 વાગ્યા સુધી 51ને વેક્સિન અપાઇ હતી, લાઇન લાગેલી હતી અને 100 ડોઝ મુજબ વેક્સિનેશન આપી શકાશે તેમ સેન્ટરમાંથી સુચવાયું હતું. વેક્સિનનો પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ લેવા લોકોને રઝળપાટ કરવી પડે છે.

સિવિલમાં વેક્સિન લેવા બપોરે 12 વાગે આવેલા ઉમાનગરના અશોકભાઇ ચૌહાણને ફેરો પડ્યો હતો. કોવિશિલ્ડ કે કોવેક્સિન બેમાંથી એકે ડોઝ ન હતો. પશુ ચિકિત્સક ર્ડા. અનિલ પટેલે કહ્યું કે, બીજા ડોઝની 8મીની તારીખ હતી, સિવિલમાં સવારે ભીડ હતી એટલે બપોરે આવ્યા તો વેક્સિન પૂરી થઇ ગઇ હતી.

ડેરીરોડ નજીક રહેતા સત્યમભાઇ પટેલે કહ્યું કે, પહેલો ડોઝ કોવેક્સિનનો લીધો હતો પણ લાખવડી ભાગોળ, રાધનપુર રોડ તેમજ સિવિલ ત્રણેય જગ્યાએ કોવેક્સિનનો ડોઝ જ ન હોઇ ફેરો પડ્યો છે. જ્યારે માનવ આશ્રમ ખાતેના સેન્ટરમાં વેક્સિનના 100 ડોઝ આવ્યા હતા. સવારે યાદી ન મળતાં એકાદ કલાક મોડું વેક્સિનેશન શરૂ થયું હતું, જ્યાં બપોરે પણ ઘણા લોકો વેક્સિન માટે ગરમીમાં ઊભા રહેલા હતા.

અન્ય સમાચારો પણ છે...