ચૂંટણી:મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસો.ની ચૂંટણી સંદર્ભે આજે મતદાન થશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 10થી 2-30 કલાક સુધી મતદાન બાદ સાંજે ગણતરી
  • પ્રમુખ સહિતના પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં

મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી અંતર્ગત શુક્રવારે મતદાન યોજાશે. બપોરે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે મત ગણતરી હાથ ધરવામાં આવશે. પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સહમંત્રી પદ માટે 9 ઉમેદવારો મેદાનમાં છે. કારોબારીના 13 સભ્યો સામે હરીફ ઉમેદવારો નહીં રહેતાં બિનહરીફ જાહેર કરાયા હતા. મહેસાણા ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 907 મતદારો નોંધાયા છે.

પ્રમુખપદ
1. બારોટ નવિનભાઈ જયંતિલાલ
2. બારોટ રાજેન્દ્રભાઈ નરોત્તમદાસ
ઉપપ્રમુખપદ
1. બારોટ સંધ્યાબેન દશરથલાલ
2. પરમાર કિરીટકુમાર મોહનલાલ
3. બારોટ રાજકિશોર નિરંજનભાઈ
મંત્રીપદ
1. ઠાકોર વિષ્ણુજી મદારસિંહ
2. પટેલ વિજયકુમાર જોઈતારામ
સહમંત્રીપદ
1. ભોજક પારૂલબેન બાબુભાઈ
2. બારોટ મનિષકુમાર સોમચંદભાઈ

અન્ય સમાચારો પણ છે...