ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:મહેસાણા જિલ્લામાં 107 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન, સાંજે 5 વાગ્યા સુધીમાં 72.33% ટકા મતદાન

મહેસાણાએક મહિનો પહેલા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • જિલ્લામાં 376 મતદાન મથકો પર 2.86 લાખ મતદારો સરપંચ અને વોર્ડ સભ્યો ભાવિ નક્કી કરશે

મહેસાણા જિલ્લામાં 107ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. જિલ્લામાં 107 ગ્રામ પંચાયતોમાં 315 સરપંચો અને 844 વોર્ડમાં સભ્યો માટેની ચૂંટણી માટે 376 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જિલ્લામાં 2 લાખ 86 હજાર 372 મતદારો 315 સરપંચોનું ભાવિ નક્કી કરશે. જિલ્લામાં અત્યાર સુધીમાં 10 ટકા મતદાન નોંધાયું હતું.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

મહેસાણા જિલ્લામાં ચૂંટણીમાં 376 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ છે. ચૂંટણીમાં કુલ 49 ચૂંટણી અધિકારી, 49 મદદનિશ, 52 ઝોનલ, 2085 પોલિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. જિલ્લામાં 2 લાખ 86 હજાર 372 મતદારો મતદાન કરી 315 ભાવિ સરપંચોને ચૂંટી કાઢશે.

જિલ્લાના કુલ 376 મતદાન મથકોમાંથી 207 મતદાન મથકો સંવેદનશીલ છે અને 21 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. પરિણામે આ મતદાન મથકો પર કોઇ માથાકૂટ ન થાય અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...