અનોખી પહેલ:મહેસાણા જિલ્લામાં દૂધ મંડળીઓમાં દૂધ ભરાવ્યા બાદ અપાતી રસીદ ઉપર "મતદાન જાગૃતિ સંદેશ'

મહેસાણા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના 4 લાખ પશુપાલકોમાં મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું

મહેસાણા જિલ્લામાં ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલના નેતૃત્વમાં મતદાન જાગૃતિ સંદેશ વધારેમાં વધારે ફેલાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ કાર્યક્રમો અપાઇ રહ્યા છે. ગામડાંનાં 90 ટકા લોકો પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા હોઇ વિવિધ દૂધ મંડળીઓએ લોકજાગૃતિ લાવવા અનોખી પહેલ કરી છે.

આ પહેલ અંતર્ગત દૂધ ભરવાના કાર્ડ તેમજ દૂધ ભર્યા બાદ સંસ્થા અથવા મંડળી તરફથી મળતી રસીદ ઉપર મતદારોને નૈતિક મતદાન માટે પ્રેરિત કરતા અને મતદાર હોવાનું ગૌરવ જગાવતા સંદેશા પ્રિન્ટ કરવામાં આવ્યા છે. જેમાં 5 ડિસેમ્બરના રોજ અવશ્ય મતદાન કરીએનો સંદેશ છે.

તો મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ લી. દ્વારા અમૂલ દૂધ પાઉચ ઉપર અવસર લોકશાહીનો લોગો લગાવી વધુમાં વધુ મતદાન માટે મતદાર જાગૃતિનો પ્રયાસ કરાયો છે.જિલ્લાની 711 દૂધ મંડળીઓના અંદાજે 4 લાખ દૂધ ગ્રાહકોને સવાર-સાંજ દૂધ ભરાવવા બદલ અપાતી સ્લીપમાં આ સંદેશાના માધ્યમથી મતદાન જાગૃતિ માટે માહિતગાર કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...