તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત:મહેસાણાના વિસનગર લીંક રોડ આખલાનો ત્રાસ, રહીશો હેરાન

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિસનગર લિંક રોડ ઉપર આવેલી શિરડી પાર્ક, જગજીવન અને વિષ્ણુકુંજ સોસાયટી સહીતની સોસાયટીમાં આખલાઓનો ત્રાસ વધી ગયો છે. આ માર્ગે બે આખલા લડતા સ્થાનીકોનો જીવ તાળવે ચોડી ગયો હતો અને લડતા આખલા ગાડીને ભટકાતાં ગાડીનો કાચ તોડી નાખ્યો હતો.

આ અંગે સ્થાનીકો દ્વારા પાલીકામાં વારંવાર અરજી કરવા છતાં કોઈ પગલાં ના લેવાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ સોસાયટીઓમાં વાહન ચાલકો સાથે બાળકો અને સ્થાનિક લોકોના જીવનું જોખમ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ના લેતાં સ્થાનીકો અટવાયા છે. તંત્ર દ્વારા સત્વરે આ સમસ્યાનુ કાયમી નિરાકરણ લાવે તેવું સ્થાનીકો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...