તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આનંદની લાગણી:વિરમગામ-મહેસાણા ટ્રેનનું કટોસણરોડમાં સ્વાગત કરાયું, કોરોનાના કારણે છેલ્લા 6 માસથી બંધ હતી

કટોસણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ, કટોસણ રોડ, મહેસાણા પેસેન્જર ટ્રેન શરૂ કરાતાં કટોસણ રોડ વેપારી મંડળ દ્વારા સ્વાગત કરાયું હતું.કોરોનાના કારણે છેલ્લા છ માસથી બંધ વિરમગામ, મહેસાણા ટ્રેન ફરી શરૂ કરાતાં કટોસણરોડ પંથકના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વેપારી મંડળ દ્વારા ટ્રેનના એન્જિનને ફૂલહાર પહેરાવી, ગાર્ડ અને ડ્રાઈવરને મોં મીઠું કરાવ્યું હતું. આ ટ્રેન શરૂ થતા નોકરિયાત વર્ગ, વેપારી, વિદ્યાર્થીઓ અને કાયમી અપડાઉન કરતા મુસાફરોને લાભ મળશે. આ ટ્રેન સવારે વિરમગામથી ઉપડી ભંકોડા, દેત્રોજ, કટોસણરોડ, જોટાણા થઈ મહેસાણા જશે.

ટ્રેન વિરમગામ સવારે 7 કલાકે કલાકે ઉપડશે અને મહેસાણાથી વિરમગામ જવા સવારે 09:20 કલાકે રવાના થઈ વિરમગામ 10:50 વાગે પહોંચશે. જ્યારે વિરમગામથી મહેસાણા જવા સાંજના 05:25 કલાકે ઉપડશે. જે વિરમગામ રાત્રે 9 કલાકે પહોંચેશે. સાંજે ઉપડતી પેસેન્જર ટ્રેન જકશી, જોટાણા અને લીંચ આવતા અને જતા બંને સમયે સ્ટોપેજ કરશે નહીં.કટોસણરોડ જંકશન રેલવે સ્ટેશન ઉપર રિઝર્વેશન ક્વોટા ફાળવવામાં આવે અને સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો દિલ્હી - રાજકોટ, ઓખા-દહેરાદૂન, ઓખા - જયપુરનું બે મિનિટનું સ્ટોપેજ આપવામાં આવે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...