કોર્ટે આખરી મુદત આપી:રૂ22.50 કરોડ સાગરદાણ કૌભાંડમાં વિપુલ ચૌધરી મહેસાણા કોર્ટમાં હાજર

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 જાન્યુઆરીની છેલ્લી મુદતે તમામ આરોપીઓને હાજર રાખવા તાકીદ 4 આરોપીઓ ગેરહાજર રહેતાં ફરઘર સ્ટેટમેન્ટ માટે

દૂધસાગર ડેરીમાં આચરવામાં આવેલા રૂ. 22.50 કરોડના સાગરદાણ કૌભાંડમાં મંગળવારે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મુદત હોવાથી કોર્ટમાં હાજરી આપી હતી. 4 આરોપીઓ ગેરહાજર હોવાથી કોર્ટે 19 જાન્યુઆરીની મુદત આપીને આ છેલ્લી મુદત માનીને તે દિવસે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રાખવાની તાકીદ કરી હતી.

ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરી દ્વારા આચરવામાં આવેલા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સહિતના રૂ.22.50 કરોડના સાગરદાણ કૌભાંડનો કેસ ચાલી ગયો છે અને ફરધર સ્ટેટમેન્ટ અને દલીલો ઉપર છે. ત્યારે મંગળવારે મહેસાણા કોર્ટમાં તેની મુદત હોઇ પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ હાજરી આપી હતી. આ કેસમાં 22 આરોપીઓ પૈકી 3નું મોત થયું છે.

ત્યારે મુદત સમયે 15 આરોપીઓ હાજર રહ્યા હતા અને 4 ગેરહાજર રહેતાં એડિશનલ ચીફ જજ વાય. આર. અગ્રવાલ દ્વારા આગામી 19 જાન્યુઆરીની છેલ્લી મુદત આપીને તે દિવસે તમામ આરોપીઓને હાજર રાખવા માટેની તાકીદ કરી હતી. વિપુલ ચૌધરીએ અમૂલના ચેરમેન આર.એસ. સોઢીની હકાલપટ્ટી મુદ્દે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, રિવર્સ ગિયરમાં દૂધસાગર ડેરીને નાખવામાં આવી હતી. દિલ્હીમાં હાલ 43 લાખ લિટર દૂધનું વેચાણ થયું છે ત્યારે હવે ફરીથી દૂધસાગર ડેરીનું 16 લાખ લિટર દૂધ બજારમાં વેચવાની આશાઓ છે.

અન્ય સમાચારો પણ છે...