મહેસાણા જિલ્લામાં ઉકળાટ મારતી ગરમીની માફક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વિપુલ ચૌધરી અને અશોક ચૌધરી તેમજ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વચ્ચેનો વિવાદ ક્યાંકને ક્યાંક જોવા મળી રહ્યો છે. જેમાં હાલમાં વિપુલ ચૌધરી દ્વારા અર્બુદા સેનાની સભાઓ ગામેગામ યોજવામાં આવી રહી છે. અને ચૌધરી સમાજ અને અન્ય સમાજના યુવાઓ આ અર્બુદા સેનામાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. ત્યારે આજે બામોસણા ખાતે યોજવામાં આવેલી સભામાં વિપુલ ચૌધરીએ ફરી એકવાર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે કટાક્ષ કરતા જોવા મળ્યા હતા. તેમણે ઋષિકેશ પટેલ પર ટકાક્ષ કરતા કહ્યું કે, પાણી વિનાના મંત્રીને સિંચાઈ વિભાગ આપીએ તો જિલ્લાની પ્રજાને પાણી માટે બોર્ડ મારવા પડે.
બામોસણા ખાતે યોજાયેલી અર્બુદા સેના સભામાં વિપુલ ચૌધરીએ આરોગ્ય મંત્રીને આડે હાથ લેતા સભા સંબોધતા કહ્યું કે, 'પાણી વગરના મંત્રીને સિંચાઈ વિભાગ આપવામાં આવે તો જિલ્લાના લોકો પાણી અને પાણી નહીં તો વોટ નહીં તેવા બોર્ડ લગાવવા જ પડે. સુજલમ સુફલામ કેનાલો ખાલી ખમ પડી છે' આમ કહી ઋષિકેશ પટેલ પર કટાક્ષ કર્યો હતો. મહત્વનું છે કે, ખેરાલુ તાલુકાના 30 ગામડાઓએ 'પાણી નહીં તો વોટ નહીં' ના બોર્ડ મારી ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. જે મામલે વિપુલ ચૌધરીએ ઋષિકેશ પટેલ સામે આ મામલે પ્રહાર કર્યા હતા.
વિપુલ ચૌધરીએ અમુલ ફેડરેશન બાબતે ટિપ્પણી કરતા કહ્યું કે, અમુલ ફેડરેશન ગુજરાતમાં સહકારી અને ટેસ્ટ ઓફ ઇન્ડિયા લખીએ છીએ તો પછી રાજસ્થાનમાં કેમ અસહકારી. આજે રાજસ્થાનની સરકાર રાજસ્થાનના દૂધ ઉધોગમાં સહકારી પ્રવૃત્તિમાં 5 રૂપિયા લીટર દીઠ આપતી હોય તો જે દૂધ ઉત્પાદક અમુલને દૂધ આપે એને કેમએ પૈસા નથી મળતા.
પૂર્વ વાઇસ ચેરમેન મોંઘજી ભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમે દૂધ ઉત્પાદકોને ઉનાળામાં 10 રૂપિયા વધારે આપતા અમે 12 લાખ લીટર દૂધ લેતા હતા અને હાલ 6 લાખ લીટર દૂધ લે છે દૂધ ખરીદવાની પદ્ધતિ ખોટી ચાલુ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.