આર્થિક દ્રષ્ટિએ ખુબ મહત્ત્વની ગણાતી સહકારી સંસ્થા મહેસાણાની દૂધ સાગર ડેરીનું રાજકારણ પણ એટલું જ વિચિત્ર છે. થોડા દિવસ અગાઉ ડેરીના ગેટ પાસે પૂર્વ ચેરમેન મોઘજી ચૌધરી પર હુમલો કરનાર આરોપી સામે કાર્યવાહી કરવા અને તેમના પર લાગેલી 307 કલમ હટાવવા મુદ્દે વિપુલ ચૌધરીએ કમરકસી છે. બે દિવસ અગાઉ ગાંધીનગરમાં વિપુલ ચૌધરીની પોલીસે અટકાયત કરી હતી, તો આજે વિસનગરમાં વિપુલ ચૌધરી અને તેમના સમર્થકોએ આરોગ્ય મંત્રીના ગઢમાં ઋષિકેશ હાય હાયના નારા લગાવી રેલી કાઢતા પોલીસે અટકાટત કરી છે.
વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ કમરકસી
દૂધસાગર ડેરીના ગેટ પાસે પૂર્વ વાઇસ ચેરમેન મોઘજી ચૌધરી પર હુમલો થયો હતો. જેમાં તેમના પુત્ર અને ભાણાને ઇજાઓ થઇ હતી. આ હોબાળામાં મોઘજી ચૌધરીના પુત્રએએ સ્વ બચાવ માટે હવામાં મારેલી ગોળી ડેરીના સિક્યુરિટી ગાર્ડને વાગી હતી. આ મામલે વિપુલ ચૌધરીની અર્બુદા સેનાએ મોઘજી ચૌધરીના પુત્ર પર લાગેલી 307 કલમ હટાવવા ભારે કમર કસી છે. આજે વિસનગરમાં વિપુલ ચૌધરીના સમર્થકોએ આરોગ્ય મંત્રીના ગઢમાં ઋષિકેશ હાય હાયના નારા લગાવ્યા હતા.
વિસનગરમાં ઋષિકેશ પટેલ વિરુદ્ધ નારા લાગ્યા
વિપુલ ચૌધરી પોતાની અર્બુદા સેના સાથે આજે વિસનગર મામલતદાર કચેરીમાં મોઘજી ચૌધરીના પુત્ર પર લગાવેલી 307 કલમ દુર કરવા અને મોઘજી ચૌધરી પર હુમલો કરનાર આરોપીઓને ઝડપી યોગ્ય ન્યાય આપવા રજૂઆત કરવા જતા સમયે અર્બુદા સેનાના કેટલાક લોકોએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના ગઢમાં ઋષિકેશ હાય...હાય...ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો
પરમિશન વગર રેલી કાઢતા પોલીસે ડિટેન કર્યા
વિસનગરની આદર્શ વિદ્યાલય ખાતે આજે વિપુલ ચૌધરી સભા યોજી રેલી કાઢી આવેદનપત્ર આપવના હતા. ત્યારે રેલીની પરમિશન ન મળતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જેવી રેલી નિકળી એ દરમિયાન શાળાનો મુખ્ય દરવાજો બંધ કરી મોટાભાગના લોકોને ડિટેન કરી લેવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.