કોર્ટની મુદત:સાગરદાણ કેસમાં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓએ 21મીએ ફરી હાજર થવું પડશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફરધર સ્ટેટમેન્ટ માટે બે કે ત્રણ આરોપી ગેરહાજર રહેતાં કોર્ટે મુદત આપી

રૂ.22.50 કરોડના ખર્ચે મહારાષ્ટ્ર મોકલવામાં આવેલા સાગરદાણ મામલે કોર્ટમાં ચાલી રહેલા કેસમાં શનિવારે ફરધર સ્ટેટમેન્ટ માટે દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલ ચૌધરી હાજર થયા હતા. પરંતુ બે કે ત્રણ આરોપી ગેરહાજર હોવાથી કોર્ટે 21 નવેમ્બરની મુદત આપી હતી.

વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન 2013માં રૂ.22.50 કરોડનું મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલાવ્યું હતું. જે મામલે 2014માં વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ચાર્જસીટ થયા બાદ મહેસાણા કોર્ટમાં કેસ ચાલવા પર છે.

ત્યારે શનિવારના રોજ કોર્ટમાં ફરધર સ્ટેટમેન્ટ માટે વિપુલ ચૌધરી સહિતના આરોપીઓ હાજર રહ્યા હતા. પરંતુ કુલ 22 આરોપીઓ પૈકી બે કે ત્રણ આરોપી હાજર ન રહેતાં 21મી નવેમ્બરની કોર્ટે મુદત આપી ફરીથી હાજર રહેવા જણાવ્યું છે. કેસના તમામ આરોપીઓ હાજર હોય ત્યારે જ ફરધર સ્ટેટમેન્ટ થઈ શકે જેને લઇ ફરીથી આ કેસમાં મુદત પડી છે. અંદાજે 8 વર્ષથી આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે કુલ 22 આરોપી પૈકી બેનું મૃત્યુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...