સમસ્યા:ઉનાવા માર્કેટયાર્ડ સામે આવેલી ક્લિનિંગ ફેક્ટરીઓ ગેરકાયદેસર શંખજીરું ઉડાડતી હોવાથી ગામના રહીશો પરેશાન

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફેક્ટરી માલિકો અનઅધિકૃત રીતે ખેતી ઉપજનું શુદ્ધિકરણ કરી પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની રજૂઆત
  • સમસ્યાના કારણે ઉનાવા ગામના રહીશો શ્વાસ અને ફેફસાના રોગોથી પીડાઈ રહ્યા છે
  • ગામના લોકોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને CM સુધી આ અંગે પગલાં ભરવા રજૂઆત કરી

મહેસાણા જિલ્લાના ઊંઝા પંથકમાં મોટા પાયે જીરાના ઉદ્યોગો વેપાર માટે ધમધમી રહ્યા છે, જેના કારણે ઊંઝા પાસે આવેલા ઉનાવા ગંજબજારની સામે ચાલતી ફેક્ટરીઓમાંથી નીકળતી ડસ્ટ હવામાં ભળે છે. જેથી ગામના તેમજ આસપાસના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થતું હોવાથી ગામના લોકોએ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને CM સુધી આ અંગે પગલાં ભરવા રજૂઆત કરી હતી.

મહેસાણા જિલ્લામાં ઊંઝા પાસે આવેલા ઉનાવા ગામ પાસે હાઇવે પર આવેલી મોટી ફેક્ટરીઓમાં ચાલતી કામગીરી અંગે ગામ લોકો પરેશાન બન્યા હતા. ઉનાવા ગંજ બજારની સામે આવેલી ફેક્ટરીઓના માલિકો અનઅધિકૃત રીતે ખેતી ઉપજનું શુદ્ધિકરણ કરતા હોવાથી પ્રદુષણ ફેલાવી રહ્યા હોવાની રજૂઆત પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.

રજુઆતમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા દશ વર્ષથી રહેણાંક વિસ્તારની આસપાસ કેટલાક ફેક્ટરી માલિકો તમામ નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરી પોતાની ફેક્ટરીઓમાં ભેળવેલું શંખ જીરું જાહેરમાં ઉડાડતા હોવાથી વિસ્તારમાં રહેતા લોકો હાલમાં ફેફસાના રોગોનો ભોગ બની રહ્યા છે. જેથી ગામજનો દ્વારા ફેક્ટરી ચાલકો સામે કડક પગલાં લેવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મુખ્યમંત્રીને આ મામલે રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...