તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Villagers Demand To Start Kovid Care Center In Kansa Of Visnagar, There Is An Isolation Ward But People Are Killed Due To Lack Of Staff.

અસુવિધા:વિસનગરના કાંસામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા ગ્રામજનોની માગ, આઇસોલેશન વોર્ડ છે પણ તેમાં સ્ટાફ ન હોવાથી લોકોને હાલાકી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામમાં હાલ દરરોજ 10 પોઝિટિવ કેસ આવી રહ્યાં છે
  • સારવાર પૂરતી ન મળતા ગ્રામજનોની હાલત કફોડી બની

મહેસાણાના વિસનગર તાલુકામાં આવેલા કાંસા ગામની હાલત કફોડી છે. ગામમાં દરરોજ 10 જેટલા કેસો નોંધાઇ રહ્યાં છે. ગામમાં કોવિડ કેર સેન્ટર ન હોવાના કારણે લોકોને ઘરે જ સારવાર લેવી પડી રહી છે. ગામમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે, પરંતુ મેડિકલ સારસંભાળ માટે સ્ટાફ ન હોવાથી દર્દીઓને પૂરતી સેવા મળી રહી નથી. ગામાં ઓક્સિજનના બોટલની વ્યવસ્થા પણ ગામના આગેવાનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે ગામમાં એક કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

સ્મશાનમાં પણ પૂરતી સગવડો નથીસ્થાનિકોનું કહેવું છેકે, જો કોઇનું કોરોનાની બીમારીથી મોત થાય તો સ્મશાનમાં લાકડા સહિતની પૂરતી સગવડો પણ નથી. અહીં સરકારી પીએચસી સેન્ટર પર તબીબી સ્ટાફ હોય સારવાર માટે આવતા દર્દીઓને કન્સલ્ટ કરીને દવા આપવામાં આવી રહી છે. દર્દીની હાલત ગંભીર બને ત્યારે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ શોધવા ગામના લોકોને ભટકવું પડી રહ્યું છે. આ મહામારીમાં તંત્ર અને સરકાર ગામમાં પડતી હાલાકીઓને દૂર કરે તેવી માગ કરાઈ રહી છે.

ગામમાં રહેતા રાજુભાઇએ જણાવ્યું હતું કે કોરોનાના કારણે અનેક ઘરો ભાંગી પડ્યા છે. કોઇને દવાખાને જવું હોય તો દેવા લેવા માટે પણ પૈસા નથી. સરકારને વિનંતી છેકે ગામમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવે અને લોકને અહીં જ સારવાર અને દવાનો લાભ મળે. ગામમાં સરકારે નહીં પરંતુ ગામના આગેવાન દ્વારા ઓક્સિજન સિલિન્જરની વ્યવસ્થા કરી છે.

સરકારે નહીં પણ ગામના અગેવાનોએ ગામને મદદ કરીગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે, સરકારના કોઇ અધિકારી પણ ગામમાં જોવા માટે આવતા નથી. ગામના આગેવાન તરફથી 20 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. ગામમાં કોઇને પણ તકલીફ ન પડે તે રીતે ગ્રામજનોની સાર સંભાળ લેવામાં આવી રહી છે

.

પુરતી વેક્સિન આપવામાં આવતી નથીગામના સ્થાનિક વિપુલભાઈએ જણાવ્યું હતું કે ગામમાં પહેલા કેસ વધુ હતા પરંતુ અઠવાડિયામાં કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. અને સરકાર તરફથી જે વેક્સિન આપવામાં આવે છે, એ પૂરતી આવતી નથી. વેક્સિન લેવા આવતા લોકોને વેક્સિન ના મળતા નિરાશ અનુભવી ઘરે જતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...