ક્રાઇમ:વિજાપુરના યુવકનું ગળુ કાપી લાશને ઝાડીમાં ફેંકી, અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાયો

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કલર કામ કરતો યુવક એક દિવસથી ગુમ હતો

વિજાપુરના નવાપુરાથી ગુમ થયેલા યુવાનની શહેરના મહેશ્વર રોડ પર આવેલ ચામુંડા માતાજીના મંદિર પાસેના તળાવ કિનારે બાવળની ઝાડીઓમાંથી લાશ મળી આવી હતી. યુવાનને ગળાના ભાગે તિક્ષણ હથિયારનો ઘા મારી હત્યા થયાનું ખુલતાં વિજાપુર પોલીસે પેનલ તબીબની મદદથી પીએમ કરાવી અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.નવાપુરાનો 37 વર્ષનો દિનેશ કાંતિભાઇ સથવારા કલરકામ કરે છે. મંગળવારે રાત્રે ઘરેથી નીકળ્યા બાદ પરત ના આવતાં પરિવારે શોધખોળ કરી હતી. સવારે 10.30 વાગે મહેશ્વર રોડ પર ચામુંડા માતાજીના મંદિર પાસે ધોબી તળાવ નજીક બાવળની ઝાડીમાં તેનો ભાઇ ગળામાં તિક્ષણ હથિયારથી ઇજા થયેલી મૃત મૃતકના ભાઇ ભાવિક સથવારાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...