તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરણાં:વિજાપુર તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટ્રોલ ડીઝલના સતત ભાવો વધીને રૂ.100ની નજીક પહોંચી ગયા તે કહી સુત્રોચ્ચાર કર્યા

વિજાપુર તાલુકા શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને મુદ્દે હાઈવે રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ પાસે ધરણાં યોજ્યા હતા. તથા ભાજપ સત્તા પર હોઈ પેટ્રોલ તેમજ ડીઝલના ભાવો ઉપર અંકુશ લાવી શકી નથી. તેમ જણાવી વિરોધ કર્યો છે.

પેટ્રોલ પંપ પાસેની ખુલ્લી જગ્યામાં ધરણાં કર્યા

રાજ્યમાં દીન પ્રતિ દીન પેટ્રોલ ડીઝલના સતત ભાવો વધીને રૂ.100ની નજીક પહોંચી ગયો છે. હાલમાં કોરોનાને કારણે ધંધા રોજગાર નથી. તેમજ લોકોને પરિવારનું ગૃહજીવન ચલાવવાનું દુષ્કર બની રહ્યું છે. જેને લઇને કોંગ્રેસના પ્રદેશ ડેલીગેટ વિજયભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એલ.એસ.રાઠોડ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રહલાદભાઇ પટેલ, શહેર કોંગ્રેસના પ્રમુખ રાજુભાઇ રબારી તેમજ મુસ્લીમ અગ્રણી પૂર્વ પાલીકા ઉપપ્રમુખ અસપાકઅલી સૈયદ તનજીલ અલી સૈયદ સહીતની આગેવાનીમાં પેટ્રોલ પંપ પાસેની ખુલ્લી જગ્યામાં ધરણાં પ્રદર્શન કરી પેટ્રોલ ડીઝલના વધતા ભાવો સામે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.

ભાવોમાં વધારો કરવાને બદલે ઘટાડો કરો તેવી માંગણીઓ

કોંગ્રેસના તાલુકા પ્રમુખ એલ.એસ.રાઠોડે જણાવ્યું હતુ કે હાલ ભારતીય જનતા પાર્ટી કેન્દ્ર તેમજ રાજ્યમાં સત્તા ઉપર છે. વર્ષ 1995 પહેલા પેટ્રોલ ડીઝલ ના ભાવો 60-70 ની વચ્ચે ભાવો ઉતરતા ચડતા હતા. ભાવો ઉપર પહેલા અંકુશ હતો. પરંતુ જ્યારથી ભાજપ સત્તા ઉપર છે. ત્યારથી પેટ્રોલના ભાવો સતત વધી રહ્યાં છે. જે રૂ.100ને પાર કરે તેમ નજીક ભાવ પહોચ્યો છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવોના કારણે મધ્યમ વર્ગની કમર તુટી રહી છે. ભાવો ઉપર અંકુશ લાવો તેમજ વધી રહેલા ભાવોમાં વધારો કરવાને બદલે ઘટાડો કરો તેવી માંગણીઓ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...