રજૂઆત:મહેસાણાના વિજાપુર કિશાન સંઘે પડતર પ્રશ્નોના નિવારણ મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપ્યું

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કિશાનોના મુખ્ય પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત

વિજાપુર તાલુકા ભારતીય કિશાન સંઘે કિશાનોના મુખ્ય પડતર પ્રશ્નોના સત્વરે નિકાલ લાવવા માટે મામલતદાર કચેરી જઈને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતુ. જેમાં કિશાનોને સરકારી સહાયમાં પડતી અગવડતા દુર કરી સરકારી કુદરતી આપતિ ખેતી નુકશાન સહાયમાં સવલતો મળે તેમજ દૂધ તેમજ ખેત પેદાશોના ભાવો મળે તે માટે ના વિવિધ પ્રશ્નો મુદ્દે રજુઆત કરાઇ હતી.

આપેલા આવેદનપત્રમાં મુખ્ય પ્રશ્નોના નિવારણની માંગ કરતા ખેડૂતોનો રિસર્વે કરી ખેડૂતોને કનડગત સત્વરે દૂર કરવી. તેમજ જ્યાં સિંચાઈ ન હોય ત્યાં સિંચાઈ માટેની વ્યવસ્થા કરવી. તેમજ સમાન સિંચાઈનો દર કરવો. મીટર પ્રથા માટે ખેડુતો મીટર ઉપર ફિક્સ ચાર્જ હોસ પાવર 665 ના પ્રમાણે 100 એચપી ચાર્જ કરવો વધારાનો ચાર્જ સરકારી સહાય રૂપે ચુકવવામાં આવે.

આ ઉપરાંત ખેડૂતોના ખેત પેદાશોના ભાવો આપવા તેમજ પ્રતિવર્ષ મોંઘવારીમાં વધારો આપવો. એરંડાના ભાવો ઝડપી જાહેર કરવા. ખેડુતોને માસીક 10 હજાર રૂપિયા પેન્સન આપવું. વરસાદમાં ખેત પેદાશોમાં થતા નુકશાનની ચુકવણી કરવી. તેમજ સહાય પુરી પાડવી વગેરેની માંગણી કરી આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં મામલતદાર દ્વારા કિશાનોના આવેદનપત્ર સ્વીકાર કરી પ્રશ્નોનો સરકાર સમક્ષ મોકલી આપવામાં આવશે એવી ધરપત આપી હતી.

અન્ય સમાચારો પણ છે...