વિજાપુર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 16 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડેન્ગ્યુ અટકાવવા લોકોને માહિતી આપઇ હતી. ડેન્ગ્યુ કેવી રીતે ફેલાય છે તેમજ તેના ઉત્પત્તિ વિશે માહીતી આપતા આપવામાં આવી હતી.
ડોક્કટર વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ મચ્છરો દ્રારા ફેલાય છે અને આ મચ્છરો ચોખ્ખા પાણીમા ઈંડા મૂકે છે. ડેન્ગ્યુના મચ્છરો દિવસ દરમિયાન કરડે છે. આ માટે મચ્છર ઉતપતિ અટકાવી એ અને પોતાની જાતને મચ્છર ના કરડવાથી બચાવીએ. ઘરમાં રહેલા પાણી ભરેલા પાત્રો ઢાકીએ.
વરસાદી સિઝનમા બિન ઉપયોગી સામાન જેવો કે બોટલ, ડબ્બા, ટાયર, નાળિયેરની કાછલી, તૂટેલા વાસણો જરૂરિયાત ન હોય તો યોગ્ય નિકાલ કરીએ. અન્યથા વરસાદ પાણી ભરાવાથી મચ્છરો પેદા થાય છે. કુલરને ધસીને સાફ કરીએ, ફૂલદાની અને પક્ષિકુંજ દર અઠવાડિયે સાફ કરી પાણી બદલીએ, શરીરના બધા અંગો ઢંકાય તેવા આખી બોયના કપડા પહેરીએ, દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરીએ, લીમડાનો ધુમાડો કરીએ, મચ્છર ન કરડે તે માટે ક્રીમનો ઉપયોગ કરીએ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ધરના બારી બારણા બંધ રાખીએ. આ મુજબની માહીતી ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી.
પ્રાથમિક આરોગ્યના કેન્દ્રો ભાવસોર, ગોવિંદપુરા, ખરોડ, વસાઈ, કુકરવાડા, ધનપુરા, માઢી, રામપુરા, કુવાયડા સહીતના તમામ આરોગ્ય વિભાગના કેન્દ્રો ઉપર ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યકામનું આયોજન ડો. વિજય પટેલ અને તાલુકા સુપરવાઈઝર મુકેશભાઈ દ્રારા કરવામાં આવ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.