વેપારીઓનો વિરોધ:વિજાપુર ફૂટવેર એસોસિએશનનું જીએસટી વધારાના મુદ્દે બંધનું એલાન, મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો

મહેસાણા14 દિવસ પહેલા
  • ફૂટવેરની નાની-મોટી 40 દુકાનો, તેમજ ફૂટવેરના 25 જેટલા પથારાવાળાઓએ દુકાનો બંધ રાખી
  • સરકારે જીએસટી 5 ટકામાંથી 12 ટકા કરી વેપારીઓની કમ્મર તોડી નાખી : પ્રમુખ

કેન્દ્ર સરકાર દ્વારા ફૂટવેર ઉપર જીએસટી વધારવાના મુદ્દે આજે મંગળવારે વિજાપુર તાલુકાના તેમજ શહેરના તમામ નાની-મોટી ફૂટવેરની દુકાનો તેમજ પથારો કરતા વેપારીઓએ બંધ પાળી રેલી યોજી વિરોધ કર્યો હતો. ઉપરાંત મામલતદારને આ મામલે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરાઈ હતી

વિજાપુર તાલુકાના ફૂટવેરના વ્યવસાય સાથે સંકળાયેલા નાના-મોટા તમામ વેપારીઓએ આજે મંગળવારે મામલતદાર કચેરીમાં જઈને આવેદનપત્ર સુપર્ત કરી વિરોધ દર્શાવ્યો હતો. સૂત્રો અનુસાર ફૂટવેરની નાની-મોટી 40 દુકાનો, તેમજ ફૂટવેરના 25 જેટલા પથારાવાળાઓએ દુકાનો બંધ રાખીને શહેરના ચક્કર વિસ્તારમાં ભેગા થઇને મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર હેમાંગિનીબેન ગુર્જરને આવેદનપત્ર સોંપી વેરો ઘટાડવાની માંગ કરી હતી.

આ અંગે ફૂટવેર એસોસિએશનના પ્રમુખ મહેમુદભાઈ વહોરાએ જણાવ્યું હતું કે સરકારે 5% જીએસટીમાંથી 12% જીએસટી વેરો કરી વેપારીઓની કમ્મર તોડી નાખી છે. જેને લઇને ગુજરાત ફૂટવેર એસોસિએશન દ્વારા આપવામાં આવેલા બંધના સમર્થનમાં જોડાઇ જીએસટીનો વિરોધ કરી જીએસટી ઘટાડવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર સુપર્ત કરવામાં આવ્યું છે. જેમણે તમારી માંગ સરકાર સમક્ષ રજુ કરવામાં આવશે એવો દિલાસો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...