ધર્મ:વિદ્યા વિનયથી જ શોભે : જૈનાચાર્ય, આચાર્ય જયસુંદર સૂરીશ્વરજી મ.સા.એ વિદ્યા ગ્રહણ વિશે સમજાવ્યું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેરના શ્રીઉપનગર જૈન સંઘમાં શુક્રવારના પ્રેરણામૃતમાં પ્રવચનકાર પૂ.આચાર્યશ્રી જયસુંદર સૂરીશ્વરજી મ.સા.અે કહ્યું હતું કે, જૈન ધર્મના સિદ્ધાંતોમાં મહત્વની બાબત એવી આવે છે કે, સાધુ કે સાધ્વી ભગવંતો જેમની પાસે ભણે તે પંચ મહા વ્રત પાઠ લેતા પહેલા અને પૂરો થાય પછી વંદન વિનય અવશ્ય કરવા જોઈએ. આ ઉત્તમ જ્ઞાનાચાર છે, ભણાવનાર ઉપર બહુમાન આદર પણ થવો જોઈએ. ભવિષ્યમાં પોતાના વિદ્યાગુરુ કોણ? એવો પ્રશ્ન ઉભો થાય તો સ્પષ્ટ કહેવું જોઈએ કે, હું ભારતવાસી છું.

અમુક અમુક નામના-ગામના વિદ્યાગુરુ પાસે ભણ્યો છું. આમ કહેવાના બદલે હું અમેરિકામાં, લંડનમાં કે કેનેડામાં અમુક અમુક પાસે ભણ્યો છું આવી ડંફાસ મારીને ભારતવાસી વિદ્યાગુરુનું નામ છુપાવે તે પ્રાયશ્ચિતને પાત્ર બને. જૈન સાધુ-સાધ્વીજીઓ પોતાના ગુરુજીનું તો ઉપકારી તરીકે નામ છુપાવે જ નહીં. ઉપરાંત પોતે ઇંગ્લિશ કે જૈનેતર દર્શન શાસ્ત્રો કોઈ પ્રોફેસર કે બ્રાહ્મણ પંડિત પાસે ભણ્યા હોય તો અનેકવાર યોગ્ય અવસરે ઉચિત પૂર્વક એમનું નામ લેતા ખચકાતા નથી.

જરૂર પડે ત્યારે સામેથી ખબર આવે તો ભક્ત શ્રાવકો દ્વારા પરમ પૂજ્ય ઉપાધ્યાય યશોવિજય જી મહારાજ કે પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજની જેમ ઔચિત્ય રૂપે આર્થિક સહાય પણ કરાવ્યા વિના રહેતા નથી. મગધ સમ્રાટ શ્રેણિક એક માતંગ જાતીય જાણકાર પાસે પોતે સિંહાસન પર બેસીને માતંગને નીચે જમીન ઉપર બેસાડીને વૃક્ષની ડાળીઓ ઝુકાવવાની વિદ્યા ગ્રહણ કરતા હતા પણ વિદ્યા ચડતી કે ફલતી ન હતી. પછી વિનય નિધિ મંત્રી અને સ્વ પુત્ર અભયકુમારની સલાહથી પોતે નીચે બેઠા અને માતંગ જાતીય જાણકારને સિંહાસન ઉપર બેસાડીને વિદ્યા શીખ્યા તો ઝટ આવડી ગઈ.

ભારત દેશના અધિકૃત શિક્ષણશાસ્ત્રીઓએ આ હકીકત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. સ્કૂલ કે કોલેજ કે પાઠ શાળાઓમાં ભણાવનાર વિદ્યાગુરુ ઉભા ઉભા ભણાવે છે અને ભણનાર નબીરાઓ બેન્ચ ઉપર બેઠા બેઠા ભણે આ દેશ્ય અત્યંત ખેદ જનક છે. પોતાના વિદ્યા દાતાઓના માન-સન્માન જાળવાની તો વાત જ કયાં રહી. કેટલાક એવા શ્રીમંત વિદ્યાર્થીઓ હશે કે જેમણે સંકટના સમયે પોતાના વિદ્યા દાતાઓને આર્થિક સહાય પહોંચતી કરી હશે.

અન્ય સમાચારો પણ છે...